HomeGujaratરૂ. 23 હજાર કરોડના કૌભાંડમાં ABG SHIP YARDમાંથી CBIએ દસ્તાવેજો કબજે કર્યા-INDIA...

રૂ. 23 હજાર કરોડના કૌભાંડમાં ABG SHIP YARDમાંથી CBIએ દસ્તાવેજો કબજે કર્યા-INDIA NEWS GUJARAT

Date:

ABG SHIP YARDમાંથી શું શું હાથ લાગ્યું?INDIA NEWS GUJARAT

સુરતના મગદલ્લા ખાતે આવેલી ABG SHIP YARDમાં CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ રૂ.23 હજાર કરોડના કૌભાંડમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. સીબીઆઇની અલગ અલગ ટીમો દ્વારા હાલમાં અમદાવાદ અને મુંબઇ ખાતે પણ ABGની ઓફિસ સહિતના સ્થળો પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને અનેક વાંધાનજક દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. ખાસ કરીને બેન્કો સાથે ABG SHIP YARDના સંચાલકોએ આચરેલી ગોબાચારીને લગતા દસ્તાવેજી પુરાવાઓ CBI દ્વારા એકત્ર કરવામાં આવ્યા છે. જેના કારણે આગામી દિવસોમાં મોટા ખુલાસા થશે.INDIA NEWS GUJARAT

સુરત સહિત ક્યાં ક્યાં પડ્યા હતા દરોડા-INDIA NEWS GUJARAT

સુરતના મગદલ્લા ખાતે આવેલી ABG SHIP YARD દ્વારા અલગ અલગ બેન્કો પાસેથી અંદાજે રૂપિયા 23 હજાર કરોડની લોન લઇને ચૂનો લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડને પગલે CBI દ્વારા એબીજીની સુરત ઓફીસ ઉપરાંત આર્થિક પાટનગર મુંબઇ તેમજ અમદાવાદ ખાતેની ઓફીસો પર સામુહિક દરોડા પાડવામાં આવ્યા હતા. CBI દ્વારા આ તમામ પ્રિમાઇસીસમાં વ્યાપક તપાસ કરવામાં આવી હતી તેમજ ABG SHIP YARDમાંથી કોમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, લેપટોપ સહિત રોકડ રકમ અને દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જે વિગતો હાથ લાગી છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને CBIની દરોડાની કાર્યવાહીને પગલે આ કંપનીનું નામ હવાલા કૌભાંડમાં પણ હોઇ શકે છે એવી સંભાવનાઓ જોવાઇ રહી છે.-INDIA NEWS GUJARAT

CBIની રેડ બાદ ED પણ સતર્ક-INDIA NEWS GUJARAT

CBIની કાર્યવાહીમાં હાથ લાગેલી વિગતોના આધારે ED ના અધિકારીઓ પણ સતર્ક થઇ ગયા છે અને તેમના દ્વારા તેમના સ્તર પરથી ઇનપુટ મેળવવામાં આવી રહ્યા હોવાનું કહેવાય છે. આગામી દિવસોમાં CBI દ્વારા આ મામલે મોટા ખુલાસા કરવામાં આવશે એવી સંભાવના છે. ઉપરાંત CBI દ્વારા જે બેન્કોના નાણા ડુબ્યા છે તેને પરત અપાવવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે એવુ સૂત્રો જણાવી રહ્યા છે.  જો આ મામલામાં ED દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તો તેમાં પણ ચોંકાવનારી વિગતો હાથ લાગવાની સંભાવનાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.INDIA NEWS GUJARAT

આપ આ પણ વાંચી શકો છોઃ-રૂ.150 કરોડની GST ચોરી મામલે સુરતમાં મુંબઇ GSTના દરોડા – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-સુરતથી TEXTILE એક્સપ્રેસના માધ્યમથી પાંચ માસમાં રૂ.1250 કરોડના પાર્સલ મોકલાયા -INDIA NEWS GUJARAT

 

SHARE

Related stories

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Stock Exchange : સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ લિસ્ટ થઈ : INDIA NEWS GUJARAT

સુરતની કેપી એનર્જી લિ. નેશનલ સ્ટોક એક્સચેન્જ પર ડાયરેક્ટ...

Latest stories