HomeGujaratA New Initiative Of The Police For Crime Prevention In Surat :...

A New Initiative Of The Police For Crime Prevention In Surat : કેદીઓની અને પરિવારની સ્થિતિ પર હૃદયસ્પર્શી વીડિયો – India News Gujarat

Date:

કેદીઓની અને પરિવારની વેદનાઓનો ચિતાર વર્ણવતો હૃદયસ્પર્શી વીડિયો – India News Gujarat

Surat શહેરમાં Crime ને ડામવા માટે ગ્રામ્ય અને સીટી પોલીસ તરફથી અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે લાજપોર જેલ પ્રશાસન દ્વારા Crime કર્યા બાદ આરોપીના પરિવારજનો તેમજ સંતાનોને ભોગવવી પડતી મુશ્કેલીઓ અને વેદનાઓનો ચિતાર વર્ણવતો કેદીઓનો હૃદયસ્પર્શી વીડિયો બનાવાયો છે. જેને ગૃહરાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ શેર કર્યો છે.– Latest News

હરાજ્યમંત્રીએ હર્ષ સંઘવીએ શેર કર્યો વીડિયો

ગુજરાતમાં ચોરી, હત્યા, બળાત્કાર, લૂંટ, વ્યાજખોરી, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર જેવા Crime માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં Crime ને ઓછો  કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવતર પ્રયાસ સુચવ્યો છે. જેમાં જેલમાં બંધ કેદીઓની આપવિતીનો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.

ક્ષણભરના ગુસ્સાને કારણે કેદીઓને તો વર્ષો સુધી પરિવારથી અલગ રહેવું જ પડે છે પરંતુ તેની સાથે સાથે પરિવારજનોએ પણ સામાજિક રીતે અનેક યાતનાઓ ભોગવવી પડતી હોવાનું કેદીઓ ખુદ જણાવી રહ્યા છે. હૃદયસ્પર્શી વીડિયોને રાજ્યમંત્રી શેર કરીને લોકો ગુના તરફ ન વળે તે માટે અપીલ કરી છે.

અલગ અલગ Crime ના 5 ગુનેગારોનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો – India News Gujarat

હાલ અલગ અલગ Crime ના 5 ગુનેગારોનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. જેમાં ગુનેગારો પોતે  કરેલા Crime નો પસ્તાવો કરી રહ્યા હોય તેવું જણાવી રહ્યા છે. પારિવારિક, સામાજિક, આર્થિક અને શારીરિક રીતે દુઃખી હોવાનું જણાવી રહ્યા છે. એક ગુનેગરે કહ્યું કે, ઘર-પરિવારનું ખુબ નુકસાન થયું છે. 1-2 વર્ષે પરિવાર સાથે મુલાકાત થાય છે. મારી સાથે મારા ઘરવાળા પણ સજા ભોગવી રહ્યા છે. થોડી મિનિટના ગુસ્સામાં મોટો ગુનો ન કરો જેનાથી તમને અને તમારા પરિવારને ભોગવવું પડે.– Latest News

ગુનો કર્યા બાદ સન્માન છિનવાઈ જાય  – India News Gujarat

કેદીઓએ જણાવ્યું હતું કે, ગુનો કર્યા બાદ સન્માન છિનવાઈ જાય છે. સંતાનો કે પરિવારના બીજા સભ્યોના લગ્ન કરવાથી લઈને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સહિતની સમસ્યાઓ અંગેનો ચિતાર આપતો વીડિયો જેલમાં સજા ભોગવતા કેદીઓ દ્વારા જ વર્ણવવામાં આવ્યો હતો. રેન્જ આઈજી અને સુરત ડીએસપી દ્વારા ગુનાખોરી ડામવા માટે કરાયેલા આ નવતર પ્રયોગરૂપી વીડિયોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિમોચન કરાયું હતું. હર્ષ સંઘવીએ વીડિયોનું વિમોચન કરી લોકોને ગુનાખોરી કરતા અટકાવવા અપીલ કરી હતી.

તમે આ વાંચી શકો છો: Surat ranks first in Smart City Dynamic Ranking : સ્માર્ટ સીટી ડાયનેમિક રેન્કિંગમાં સુરત પ્રથમ નંબરે

તમે આ વાંચી શકો છો: Surat Metro Project:એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

 

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories