3 Days Mega Medical Camp Held : કાર્યક્રમમાં ઘણા નેતા અને સંત હાજર રહ્યા જીવન જ્યોતના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ગંભીર દર્દીના નિદાન થતા ઓપરેશન અને સારવારની વ્યવસ્થા.
પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો
અબડાસા તાલુકાના આઈ આશાપુરા સેવાધામ રાતા તળાવ મધ્યે કચ્છી ભાનુશાલી ઓધવરામ સત્સંગ મંડળ મુંબઈ અને કચ્છ દ્વારા યોજનારા ત્રણ દિવસના કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
875 જેટલા દર્દીને સ્થળ ઉપર જ નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી
અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે ત્રીદિવસીય શતચંડી મહાયજ્ઞ અને મેગા મેડિકલ કેમ્પ યોજાયો છે. વિશ્વ કલ્યાણ અર્થે ગૌપ્રેમી મનજી બાપુ અને ભાનુશાલી સમાજ દ્વારા શતચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમના પ્રથમ દિવસ દીપ પ્રગટાવીને કાર્યક્રમ શરૂ કરાયો હતો. દીપ પ્રાગટ્યમાં સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીવરચંદ, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. દીપ પ્રાગટ્ય બાદ અતિથિ વિશેષોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંતો કલ્યાણદાસજી, ત્રિકમદાસજી, જાનકીદાસ બાપુ રામવાળા અને ઉમેશદાસજી બાપુ ભીમપર વાળાએ હાજર રહી આશીર્વચન આપ્યા હતા. મહા મેગા મેડિકલ કેમ્પમાં 1071 જેટલા લાભાર્થીએ લાભ લીધો હતો જેમાં 875 જેટલા દર્દીને સ્થળ ઉપર જ નિ:શુલ્ક દવાઓ આપવામાં આવી હતી.
3 Days Mega Medical Camp Held : 25 જેટલા નિષ્ણાત ડોકટરો દ્વારા વિવિધ રોગોના દર્દીની ડોક્ટરો દ્વારા તપાસી દવા આપવામાં આવી
100 જેટલા ગંભીર દર્દીના નિદાન થતા ઓપરેશન અને સારવારની વ્યવસ્થા ડોક્ટરો સાથે વિચાર વિમર્શ કરી દાતા પરિવાર દ્વારા સંસ્થાની સાથે રહી કરાવવામાં આવશે તેવું સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશનના મંત્રી છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આજના મેગા મેડિકલ કેમ્પમાં 25 જેટલા નિષ્ણાત ડોકટરો દ્વારા વિવિધ રોગોના દર્દીની ડોક્ટરો દ્વારા તપાસી દવા આપવામાં આવી હતી. જીવન જ્યોતના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં 90 સી.સી. યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. તે સાથે 25 જેટલા આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા છે. 40 જેટલા દર્દીના એક્સ-રે કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રથમ દિવસે તાલુકાની સીએચઓની 37 જણની ટીમ હાજર પોતાની સેવા આપી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે
તમે આ પણ વાંચી સકો છો :
Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો