ઉત્તરાયણ પર્વ અને મહત્વ કેમ ઉત્તરાયણ પર ચગાવાય છે પતંગ? અને કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો ઉત્તરાયણનો દિવસ
નાના બાળકો થી લઇ મોટા લોકોનો પ્રિય તહેવાર એટલે 14-01-2022 ની ઉત્તરાયણ
ઉત્તરાયણ એટલે અમદાવાદીનો સૌથી પ્રિય તહેવાર અને આ તહેવાર લોકો ઉજવવા સ્પેશ્યિલ બહારગામ થી અહીંયા બે દિવસ ઉત્તરાયણની રમઝટ માણવા આવે છે.ઉત્તરાયણની આગલી રાત ને અહીંયા લોકો કતલની રાત તરીકે પણ ઓળખાય છે. ઉત્તરાયણની વહેલી સવાર થી લોકો પોતપોતાના ધાબા પર ચડી ડીજે ના સાઉન્ડ મૂકી અને પતંગ ચગવવાનું શરૂ કરે છે..ઉત્તરાયણના બે દિવસ હોય છે.. એક ઉત્તરાયણ અને બીજો દિવસ વાસી ઉત્તરાયણ..વધું ઉત્તરાયણ વિશે જાણીયે તો ઉત્તરાયણ ઉમંગ વન વન પલટ્યા પવન, ઝૂમતું પતંગ નગર થઈ રંગીલું નભમાં, કોણ લહેરાતું આ વાયરાના વ્હાલમાં ઉત્તરાયણ (ઉત્તર+અયન) નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. આ દિવસે સૂર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સૂર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે.સૂર્ય જે દિવસે ઉત્તર તરફ ખસવાનું ચાલુ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠી સદીમાં ચીનના ગાઓ યેન્ગ નામના રાજાએ તો પતંગ પર અનેક પ્રયોગો કર્યા હતા.મૃત્યુની સજા પામેલા આરોપીને રાજા એક ઊંચાઈ પર લઈ જતો અને એક મોટો પતંગ બાંધી તે આરોપીને તે ઊંચાઈ પરથી ધક્કો મારી દેતો.જો પતંગ સાથે આરોપી ઉડે તો પ્રયોગ સફળ ના ઉડે તો આરોપી પછડાઈને મરી જતો.રાજાનો પહેલો પ્રયોગ નિષ્ફળ ગયો હતો. 18મી સદીમાં પતંગનો ફોટોગ્રાફી માટે ઉપયોગ થતો હતો.
ઉત્તરાયણ એ પ્રાચીન કાળ થી ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે.
પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.
આ બધા નામથી ઓળખાય છે (સંક્રાંતઃ ઉત્તરાયણ )
- હિમાચલ પ્રદેશ લોહડી અથવા લોહળી
પંજાબ લોહડી અથવા લોહળી
બિહાર સંક્રાંતિ
આસામ ભોગાલી બિહુ
પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા મકરસંક્રાંતિ
ગુજરાત અને રાજસ્થાન મકરસંક્રાંતિ
મહારાષ્ટ્ર સંક્રાંત
આંધ્ર પ્રદેશ તેલુગુ
તામિલ નાડું પોંગલ
કર્ણાટક સંક્રાન્થી
થાઇલેન્ડ સોંગ્ક્રાન
મ્યાનમાર થિંગયાન