HomeFashionBikers Team 'Yashswini'/CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ 'યશસ્વિની' કામરેજ આવી પહોંચતા કુમકુમ...

Bikers Team ‘Yashswini’/CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ કામરેજ આવી પહોંચતા કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત/INDIA NEWS GUJARAT

Date:

‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ કામરેજ આવી પહોંચતા કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત

સ્ત્રી સશક્તિકરણ, એકતા અને સમાવેશકતાનાં સંદેશ સાથે બાઈક રેલીનું આયોજન

૩ ઓકટોબરે કન્યાકુમારીથી શરૂ થઈ ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ ૨૫૦ મહિલા બાઇકર્સની ટુકડી ૧૦ હજાર કિ.મીનું અંતર કાપી ૩૧ ઓકટોબરે નર્મદાના કેવડીયા ખાતે પહોંચશે

કેન્દ્ર સરકારના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત CRPFની ૬૦ મહિલા બાઈકર્સની ટીમ ‘યશસ્વિની’ આજે સાંજે કામરેજ ખાતે આવી પહોંચતા મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી – સુરત દ્વારા બાઈકર્સનું કુમકુમ તિલક અને પુષ્પહારથી ભવ્ય સ્વાગત કરાયું હતું. CRPFની મહિલા બાઇકર્સ ટીમ “યશસ્વિની” દ્વારા સશક્તિકરણ, એકતા, સમાવેશકતા અને એકમના સંદેશ સાથે ૩ ઓકટોબરે રતનપુરથી શરૂ થયેલી મહિલા બાઇક રેલી આજ રોજ સુરતના કામરેજ વિસ્તારમાં પ્રવેશી હતી.
મહિલા બાઇકર્સ દ્વારા સ્ત્રી સશક્તિકરણની જાગૃતતા રેલી દ્વારા ‘બાલિકા દિવસ’ અને ‘નારી શક્તિ’ની ઉજવણીના ધ્યેય સાથે ૩ વિવિધ ટુકડીઓમાં વિભાજીત બાઇકર્સની ટીમમાંની ત્રીજી ટુકડીએ આજરોજ ડાંગના સાપુતારા થઈ સુરતમાં આગમન કર્યું હતું. સુરતના વરાછા સ્થિત ઉમિયાધામ ખાતે રાત્રિરોકાણ બાદ આ ટુકડી તા.૨૬ ના રોજ સવારે ફ્લેગ ઓફ દ્વારા આગળના મુકામ માટે પ્રસ્થાન કરશે.


અત્રે નોંધનીય છે કે, ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લઇ ૨૫૦ મહિલા બાઇકર્સની ટુકડી ૧૦ હજાર કિ.મીનું અંતર કાપી ૩૧ ઓકટોબરે નર્મદાના કેવડીયા ખાતે પહોંચશે.


આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી બી.જે.ગામિત, દહેજ પ્રતિબંધક અધિકારીઓ ડી.પી.વસાવા અને કે.વી.લકુમ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કો ઓર્ડીનેટર સ્મિતાબેન પટેલ, CRPFના અધિકારીઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યઓ, પ્રાંત અધિકારી, મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી/કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories