HomeFashion"Best Works Exhibition"/બાળકોએ ચિત્રકળા, કાવ્ય લેખન, મોડેલ મેકિંગ, માટીકલા અને વારલી પેઇન્ટિંગની...

“Best Works Exhibition”/બાળકોએ ચિત્રકળા, કાવ્ય લેખન, મોડેલ મેકિંગ, માટીકલા અને વારલી પેઇન્ટિંગની સ્પર્ધામાં તૈયાર કરાયેલી કૃતિઓમાંથી શ્રેષ્ઠ ૩ની પસંદગી/India News Gujarat

Date:

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ખટોદરાની પી.એચ. બચકાનીવાલા શાળા ખાતે સુરત શહેર-જિલ્લાની ‘શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શન’ યોજાયું

ધો.૯ થી ૧૨ના બાળકોએ ચિત્રકળા, કાવ્ય લેખન, મોડેલ મેકિંગ, માટીકલા અને વારલી પેઇન્ટિંગની સ્પર્ધામાં તૈયાર કરાયેલી કૃતિઓમાંથી શ્રેષ્ઠ ૩ની પસંદગી

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ અંતર્ગત ખટોદરાની પી.એચ.બચકાનીવાલા શાળા ખાતે સુરત શહેર-જિલ્લાની શ્રેષ્ઠ કૃતિ પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને વસુધૈવ કુટુંબકમની થીમ આધારિત તૈયાર કરેલા ચિત્રો, કાવ્ય લેખન, મોડેલ્સ તેમજ માટી કળા અને વારલી પેઇન્ટિંગ રજૂ કર્યા હતા.
સાથે જ સ્પર્ધામાં તૈયાર કરાયેલી વિવિધ કૃતિઓમાંથી શ્રેષ્ઠ ૩ કૃતિઓની પસંદગી કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ જાહેર કરાયા હતા. આ તકે પી.એચ.બચકાનીવાલા શાળાના બાળકોને તમામ કૃતિઓને નિહાળવાની અનેરી તક મળી હતી.

SHARE

Related stories

Latest stories