HomeEntertainmentNational Philately Day: પોસ્ટલ સ્ટેમ્પ નું અનોખુ પ્રદશન યોજાયું - India News...

National Philately Day: પોસ્ટલ સ્ટેમ્પ નું અનોખુ પ્રદશન યોજાયું – India News Gujarat

Date:

National Philately Day: પોસ્ટલ સ્ટેમ્પ નું અનોખુ પ્રદશન યોજાયું , પ્રધાનમંત્રી એ માનકી બાત માં પણ કર્યો હતો ઉલ્લેખ – India News Gujarat 

  • National Philately Day: સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે નેશનલ ફિલાટેલિ ડે નિમિત્તે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ફિલાટેલી એડવાયઝરી કમિટી ના મેમ્બર કૃતિકા શાહ દ્વારા ફિલાટેલી એવરેનેસ કંપેઇન નું આયોજન કરવામાં આવ્યું હતું
  • જેમાં મંત્રી ગણો અને ઠેર ઠેર જગ્યાએથી સ્કૂલોના બાળકોને આ પ્રદર્શની નિહાળવા બોલાવવામાં આવ્યા હતા…………..India News Gujarat

આજે નેશનલ ફિલાટેલિ ડે છે

  • આ દિવસના મહત્વતાને લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાની મનકી બાત કાર્યકર્મ માં પણ ઉલ્લેખ કર્યો હતો, અને દેશભરમાં ઠેર ઠેર જગ્યાએ આ કાર્યક્રમો યોજવા સૂચન કરેલ હતી
  • સુરત શહેરના સાયન્સ સેન્ટર ખાતે નેશનલ ફિલાટેલિ ડે નિમિત્તે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ફિલાટેલી એડવાયઝરી કમિટી સભ્ય કૃતિકાબેન શાહ દ્વારા 11 અને 12 ઓક્ટોબરના રોજ સાયન્સ સેન્ટર ખાતે પ્રદર્શન શરૂ કરાયું છે
  • જેનું ઉદ્ઘાટન રેલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોષ દ્વારા કરવામાં આવ્યું છે લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે………….India News Gujarat

વિશ્વ નાં નામાંકિત લોકો નાં સ્ટેમ્પ નું અનોખુ પ્રદર્શન

  • આ પ્રદર્શનીમાં વિશ્વનું સૌથી પ્રથમ સ્ટેમ્પ અને દુનિયાભરના અલગ અલગ દેશોના સ્ટેમ્પ જેમ કે લાકડા પર બનાવેલા સ્ટેમ્પ ચામડા પર બનાવેલા સ્ટેમ્પ એમ્બ્રોડરી, સીરામીક, રીયલ ગોલ્ડન પ્લેટિનિયમ સિલ્વર જેવી વિવિધ પ્રકારના સ્ટેમ્પ
  • ભારત આઝાદ થયો તેના પછીના સ્ટેમ્પો, પોસ્ટકાર્ડ, સૈનિક કાર્ડ, ટેલીગ્રામ, વાયબ્રન્ટ ગુજરાત ના કલેક્શનો પણ નીહાળવા મળ્યા હતા.
  • આજે આ પ્રદર્શની માં સુરત અને આજુબાજુનાં વિસ્તારની લગભગ 50 થી વધુ સ્કૂલો નાં વિદ્યાર્થીઓ ને આ પ્રદર્શન નિહાળવા માટે બોલાવાયા હતા
  • આવતી કાલે પણ અન્ય શાળા નાં વિદ્યાર્થીઓ ને આ પ્રદર્શન નિહાળવા નો લાભ મળશે..
  • આજે નેશનલ ફિલાટેલિ ડે છે
  • આ દિવસે પોસ્ટલ સ્ટેમ્પ નું અનોખુ પ્રદશન યોજાયું
  • વિશ્વભરની અનોખી સટેમ્પો નિહાળવાનો અનેરો અવસર
  • પ્રધાનમંત્રી એ માનકી બાત માં પણ કર્યો હતો ઉલ્લેખ……India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો –

National Cinema Day 2022 : શું હતું ભારતના પ્રથમ સિનેમા હોલનું નામ…? 

તમે આ પણ વાંચી શકો છો –

National Games In Gujarat :ગુજરાતમાં ઉજવાઈ રહ્યો નેશનલ ગેમ્સ નો ઉત્સવ

SHARE

Related stories

Latest stories