Ishani Dave: જાણીતી ગાયક ઇશાની દવે દ્વારા ઐતિહાસિક સ્થળ ઝારાનું મજાક બનાવતા વિવાદ સર્જાયો છે, એમનો વિડિયો સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો હતો. જે ભૂમિ પર હજારોના લોહી રેડાયા તે ઝારાની યુદ્ધ ભૂમિને કપડાના બ્રાન્ડ સાથે સરખાવાઇ કરતાં અને શહીદોના અપમાન કરવા બદલ નખત્રાણા પોલીસ મથકમાં લેખિત અરજી પણ કરાઇ છે.
Ishani Dave: ઇશાની સામે નખત્રાણા પોલીસ મથકે અરજી
જાણીતી ગાયક ઇશાની દવે તાજેતરમાં ઓનલાઇન ટ્રોલ થઈ હતી. સિંધના 40,000 અને કચ્છના 30,000 સૈનિકો ખપી ગયા એવા ઐતિહાસિક ઝારાના યુદ્ધને યાદ કરીને કચ્છના લોકોનું શીશ આજે પણ શહીદોના માનમાં નમી જાય છે. પણ આવા સ્થળો પર ઇતિહાસથી અજાણ કેટલાક સેલિબ્રેટી માત્ર સસ્તી લોકપ્રિયતા માટે રીલ્સ બનાવે છે ત્યારે વિરોધ ઉઠતો હોય છે. હાલમાં જ જાણીતી ગાયક ઇશાની દવેએ પોતાની કચ્છ મુલાકાત દરમિયાન ઝારા ગામની સરખામણી આજ નામથી એક કપડાની બ્રાન્ડ સાથે કરતા સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રોલ કરવાની સાથે રોષ વ્યક્ત કર્યો હતો.
એટલુ જ નહી આ અંગે ઇશાની સામે નખત્રાણા પોલીસ મથકે અરજી પણ કરાઇ છે. વિડીયોમાં ઇશાની ઝારા ગામના બોર્ડ પાસે ઊભીને આ ગામને હસી મજાકમાં કપડાની બ્રાન્ડના મૂળીયા અહીંયા નખાયેલા છે તેવુ બોલવા સાથે કહી રહી છે. આ વીડિયો અપલોડ બાદ અનેક લોકોએ કોમેન્ટ કરી વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તો બીજીબાજુ જગદીશ પરષોત્તમ દવેએ નખત્રાણા પોલીસ મથકે લેખિત અરજી કરી ઇશાની દવે સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. અરજીમાં જણાવ્યુ હતુ કે ઇશાની દવે દ્વારા ઉપલોડ કરાયેલા વીડિયોમાં ઝારાના વીર યોદ્ધાને અપમાનિત કરતી ભાષાનો ઉપયોગ કરાયો છે. તેમજ કચ્છના હસ્તકળા કારીગરો માટે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત