Vimal Chudasama: સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર ભરી રહ્યા છે. ત્યારે જુનાગઢ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવાએ ઉમેદવારી પત્ર ભરતા દરમિયાન કલેક્ટર કચેરીની બહાર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાને રોકવામાં આવ્યા હતા.
Vimal Chudasama: ગીર સોમનાથના ધારાસભ્યને રોકવામાં આવ્યા
જુનાગઢથી કોંગ્રેસના ઉમેદવાર હીરા જોટવા સવારના સભા સંબોધી મહાદેવ અને રાધા દામોદરજીના દર્શન કર્યા હતા. અને પછી ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના ઘણા કાર્યકરો અને ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ જોડાયા હતા. આ દરમિયાન બંદોબસ્તમાં રહેલા PSIએ વિમલ ચુડાસમાની કાર સહિતનો કાફલો રોકતા તેઓ ગુસ્સે થયા હતા અને જાહેરમાં PSI સાથે ઝઘડો કાર્યો હતો. જુનાગઢ ધારાસભ્ય ખૂબજ ગુસ્સે થયા અને જાહેરમાં PSI પર બૂમો પાડી હતી.
વિમલ ચુડાસમાએ PSIને કહ્યું હતું કે, ‘હું પ્રજાનો પ્રતિનિધિ છું. ડીવાયએસપી પણ ન રોકી શકે. તમે કાયદા પ્રમાણે વર્તન કરો. કાયદો જેમ અમને લાગુ પડે છે એમ તમને પણ પડે છે. ગાડી અંદર ન જવા દેવા માટે કોઈ પરિપત્ર તમારી પાસે હોય તો બતાવો.’ વધુમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા એ કહ્યું હું પ્રજાનો પ્રતિનિધિ છું dysp પણ ન રોકી શકે. કાયદા મુજબ જ નોકરી કરો, બીજેપીના ખેસ ન પહેરો એવું કહ્યું હતું. પોલીસ કર્મચારી વિમલ ચુડાસમાને જવાબ ન આપી શકતા ભાગવા લાગ્યો હતો.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ