બોલિવૂડ એક્ટર શેખર સુમન આજકાલ તેની વેબ સીરિઝ હીરામંડી માટે ચર્ચામાં છે. જે બાદ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે અભિનેતા શેખર સુમન આજે ભાજપમાં જોડાયા છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે શેખર સુમને વર્ષ 2009માં શત્રુઘ્ન સિંહા સામે પટના સાહિબથી ચૂંટણી લડી હતી.
શત્રુઘ્ન સિંહા સામે ચૂંટણી લડ્યા છે
જાણકારી માટે તમને જણાવી દઈએ કે શેખર સુમને વર્ષ 2009માં શત્રુઘ્ન સિંહા સામે પટના સાહિબથી ચૂંટણી લડી હતી.શેખર સુમને દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં વિનોદ તાવડેની હાજરીમાં બીજેપીની સદસ્યતા લીધી હતી. જ્યારે શેખર સુમન આવા સમયે ભાજપમાં જોડાયા છે.
શેખર સુમન ચર્ચામાં છે
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં શેખર સુમન તેની તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ હીરામંડીની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ સીરિઝ આ મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. હીરામંડીમાં શેખર સુમનની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે આ સીરિઝમાં શેખર સુમનની સાથે તેનો પુત્ર અધ્યયન સુમન પણ જોવા મળશે. તેમના સિવાય સોનાક્ષી સિન્હા, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, અદિતિ રાવ હૈદરી, શર્મિન સેગલ, ફરીદા જલાલ અને ફરદીન ખાન મહત્વના રોલમાં જોવા મળ્યા છે.