Parshottam Rupala: ગુજરાત નો ક્ષત્રિય સમાજ અને રૂપાલા નો વિવાદ દિવસે દિવસે રંગ પકડતો જાય છે. આખી ઘટના ની પાછળ નાં કારણો જે હશે તે પણ ક્ષત્રિયો ની નારાજગી બહું જ સ્પષ્ટ છે.
રાજકોટ નાં ક્ષત્રિયો નાં સંમેલન માં સ્વયંભૂ ઉમટી પડેલાં ક્ષત્રિયો અને ક્ષત્રાણીઓ ની વિશાળ સંખ્યા તેમનાં આક્રોશ ને જાહેર કરે છે.
જો કે પુરુષોત્તમ રૂપાલા એ માફી માંગી ત્યાં વાત પતી નથી ગઈ. ક્ષત્રિયો ને વધારે જોઈએ છે. આ તરફ ભારતિય જનતા પાર્ટી નું પ્રાદેશિક અને રાષ્ટ્રિય નેતૃત્વ પોતાનું વલણ મોઘમ રાખી રહ્યું છે. કોઈ જગાએ થી કોઈનું પણ એવું નિવેદન નથી આવ્યું કે જેનાં પરથી પાર્ટી નું સ્ટેન્ડ ખબર પડે. જો કે એક વાત વિચાર માંગી લે તેવી જરુર છે.
પાર્ટી રૂપાલાને અનિવાર્ય માને છે
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જાહેર કરાયેલી યાદી માં રૂપાલા નું નામ હોવું એક સંદેશ આપે છે કે રૂપાલા નું રાજકીય કદ આજે પણ ઘટયું નથી. પાર્ટી રૂપાલાને અનિવાર્ય માને છે. પાર્ટીનું શિર્ષ નેતૃત્વ ચોક્કસ પણે માને છે કે ક્ષત્રિયોની નારાજગી થી ગુજરાતમાં લોકસભા જીતવામાં કોઈ જ મુશ્કેલી નહીં ઉભી થાય. આનો અર્થ એમ પણ કરી શકાય કે રૂપાલાની જીત નક્કી છે.
બીજું રાજકીય સમીકરણ એવું પણ હોઈ શકે કે પાર્ટી કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સમાજ નાં કોઈ પણ દબાણ ને વશ થવાનાં મૂડ મા નથી. જે ભાજપ નેતૃત્વ ની દ્રઢ ઈચ્છાશક્તિ સૂચવે છે. રાજકિય વિશ્લેષકો આખી ઘટના પાછળ ખરેખર કોણ છે તે પણ વિચારી રહ્યાં છે. કોઈ ક્ષત્રિય સમાજ ના ખમીરને લલકારી રાજકીય રોટલો તો નથી શેકી રહ્યું ને એવી પણ ચર્ચાઓ સંભળાય છે. સત્ય ક્યાંક અધવચ્ચે હોઈ શકે.
Parshottam Rupala: અમિત શાહ ખુલી ને બહાર આવ્યાં નથી
જો કે ગુજરાત ના રાજકિય પંડિતો એવી પણ આશા રાખે છે કે થોડાં દિવસમાં બધું સમુસુતરું પાર પડી જશે. હજું રાજકિય સંકટ મોચક એવાં અમિત શાહ ખુલી ને બહાર નથી આવ્યાં. અમિત શાહ આખી ઘટનાં માં મધ્યસ્થી કરશે એટલે ઉકેલ આવી જ જશે એવું ગુજરાતમાં ઘણાં માને છે.
અમિત શાહ ની કુનેહ અને કાર્યશૈલી નો ઈતિહાસ બતાવે છે કે અમિત શાહ પ્રશ્નો ઉકેલવા માં સક્ષમ છે. અને છેલ્લે હુકમ નું પત્તું એવાં નરેન્દ્ર મોદી તો હજી મેદાનમાં ઉતર્યાં જ ક્યાં છે. મોદી આવશે એટલે બધાં જ સંપી જશે. જે હોય તે પણ ક્ષત્રિય સમાજ ની નારાજગી થી ચુંટણી પરિણામો પર કોઈ ભારે પ્રભાવ પાડશે એવું માની લેવું અત્યારે વધારે પડતું લાગે છે. ગુજરાતનાં લાંબા ગાળાના હિત માં કોઈને કોઈ માર્ગ તો જરુર નીકળશે.
તમે આ પણ વાંચી સકો છો :
Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે
તમે આ પણ વાંચી સકો છો :
Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો