Overbridge: સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ચલથાણ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર નીલમ હોટલ પાસે છ લેન તેમજ ચલઠાણ ચાર રસ્તા પાસે 97 કરોડ ના ખર્ચે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. સાત વર્ષ અગાઉ પણ ભાજપે મોટા ઉપાડે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા પાસે ખાતમુહૂર્ત કરાવ્યું હતું. અને આજે ફરી ખાત મુહૂર્ત કરાવતા એક જ કામનું બીજી વાર ખાત મુહૂર્ત કરાવ્યું હતું. સિક્સલેન 7 વર્ષે પણ હજુ બન્યો નથી.
97 કરોડના ખર્ચે હાઇવેના ઓવરબ્રિજના કામ
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના પલસાણા તાલુકા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર સતત ટ્રાફિકજામ અને અકસ્માતોની ભરમાંર રહે છે. ત્યારે ચલથાણ ગામની સીમમાં રાજ્યમંત્રી કુવરજી હળપતિના હસ્તે 97 કરોડના ખર્ચે હાઇવેના ઓવરબ્રિજના કામનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પલસાણા તાલુકાના ચલથાણ તેમજ કરણ ગામની સીમમાં સાત વર્ષ અગાઉ પણ ઓવર બ્રીજની કામગીરી અંગે જે તે સમયના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા સ્થાનિક સંસદ પ્રભુ વસાવા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરાયું હતું. જે એજન્સીને કામ સોંપાયું હતું તેને બ્લેકલિસ્ટ કરવામાં આવતા કામ અટકી પડ્યું હતું.
ચલથાણમાં ઓવર બ્રિજ નહીં બનતા અહીં ટ્રાફિક સમસ્યાનો નિર્માણ થયું હતું. તેમજ બીજા સર્વિસ રોડના અભાવે અહીં અનેકવાર અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. જેથી આ કાર્યક્રમમાં સ્થાનિક ચલથાણ ગ્રામપંચાયતના સરપંચ એ પણ સાંસદ પરભુ વસાવા સામે ઉગ્ર રજૂઆતો કરી હતી. કારણ કે કામ કરનાર એજન્સીને બ્લેક લિસ્ટ કરાઈ પરંતુ એ અરસામાં જે નિર્દોષો અકસ્માત માં જીવ ગુમાવ્યા એના પરિવાર માટે શું કરાયું એવા પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો બીજી તરફ હાલતો પંચાયતથી પાર્લામેન્ટ સુધી તમામ જગ્યાએ ભાજપની સત્તા છે. છતાં અહીં નેશનલ હાઇવે નંબર 48 ઉપર છ લેનનો રોડ તેમજ સર્વિસ રોડ આજે પણ બન્યા નથી.
Overbridge: ફ્લાયર બ્રિજ અને ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત
હાઈવેની બંને તરફ ઔદ્યોગિક વિસ્તાર હોય ટ્રાફિક ભારાણથી અકસ્માતોની સમસ્યા પણ કાયમી બની છે. ત્યારે ફરીવાર અહી ચલથાણ ખાતે ફ્લાયર બ્રિજ અને કરણ ગામ ખાતે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત નેશનલ હાઈવે ઓથોરિટી નેતાઓને સાથે રાખીને કર્યું હતું. હવે ત્રણેય ઓવરબ્રિજ ટેન્ડર કામ સમય મર્યાદામાં પૂર્ણ થશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.
હાલતો લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રજાની સમસ્યાઓને લઈને અનેકો વિકાસના કામોની વાતોને લઈને પ્રજા અમુક ગામડાઓમાં વંચિત જોવા મળી રહી છે ત્યારે આજ રોજ સરપંચ દ્વારા કરેલ ઉગ્ર રજુઆતની જેમ પ્રજા પણ સાંસદ પ્રભુ વસાવાને ઉગ્ર રજૂઆતો કરે તો નવાઈની નહિ.
તમે આ પણ વાંચી શકો છો :
Congress Declared Candidate for Daman-Diu – પ્રદેશ પ્રમુખ કેતન પટેલ ભાજપ સામે મેદાનમાં
તમે આ પણ વાંચી શકો છો :