Navsari: આગામી 7મી મેના રોજ રાજ્યમાં યોજાનાર લોકસભાની ચુંટણીને પગલે આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે નવસારી લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ગઈકાલે ભાજપના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા અભૂતપૂર્વ વિજય સંકલ્પ રેલીના આયોજન બાદ આજે જિલ્લા કલેકટર કચેરીએ વિધિવત્ રીતે પોતાની દાવેદારી નોંધાવી હતી. આ રીતે જ કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈ પણ ગાંધીજીનો વેશ ધારણ કરીને જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ પણ પોતાના સમર્થકો સાથે નવસારી બેઠક પરથી દાવેદારી નોંધાવી હતી.
Navsari: સી આર પાટીલ દ્વારા ભવ્ય રોડ શો
નવસારી લોકસભા બેઠક પર નિશ્ચિત વિજયના આત્મ વિશ્વાસ સાથે ગત રોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સી આર પાટીલ દ્વારા ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાતેય વિધાનસભાના ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ આજે તેઓએ વિધિવત્ રીતે નવસારી જિલ્લા કલેકટર કચેરીએ પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. આ સિવાય નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ પાર્ટી તરફથી ચુંટણી જંગમાં ઝંપલાવનારા નૈષધ દેસાઈએ પણ સવારે પોતાના સમર્થકો સાથે જિલ્લા કલેકટર કચેરી પહોંચ્યા બાદ ઉમેદવારી પત્રક ભર્યું હતું. નૈષધ દેસાઈએ ફોર્મ ભર્યા બાદ નવસારીના મટવાડથી દાંડી ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડી પહોંચ્યા બાદ ગાંધી વંદના કર્યા હતા.
નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા
નોંધનીય છે કે નવસારી બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી આ બેઠક પર ભાજપના સી.આર.પાટીલ સતત ત્રણ ટર્મથી વિજેતા રહ્યા છે. જ્યારે ઇન્ડિયા સંગઠન કોંગ્રેસના નૈષધ દેસાઈ અગાઉ પણ એક વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. નૈષધ દેસાઈ સ્વતંત્રતા સેનાની રહેલા પરિવારમાંથી આવે છે. શ્રમિકોના હક્ક માટે નૈષધ દેસાઈ સતત લડતા આવ્યા છે. આ ઉપરાંત નૈષધ દેસાઇ કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા રહી ચુક્યા છે. ઈનટુક પ્રેસિડેન્ટ તરીકે પણ તેઓ વર્ષો સુધી સેવારત રહ્યા છે.
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ