Naishadh Desai: નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા નૈષદ દેસાઈએ અનોખી રીતે ચૂંટણી પ્રચારની શરૂવાત કરી છે. ચૂંટણી પ્રચાર માટે નૈષદ દેસાઈએ ગાંધીની વિચારધારા અને તેમના માર્ગે મતદાતાઓ સુધી પોહચવા ગાંધી સ્વરૂપ વેશ ધારણ કર્યો છે. નૈષદ દેસાઈએ જણાવ્યું છે કે વર્તમાન સરકારમાં વિપક્ષની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને બચાવવા માટેની આ લડાઈ છે. આ વખતે મહાભારત યુદ્ધનું સર્જન થવાનું છે.
નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવારનો પ્રચાર
આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ સંકલ્પ પત્ર અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમ્યાન કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા નૈષદ દેસાઈએ જણાવ્યું હતું કે,નવસારીના સાંસદ નવસારીની ભૂમિને ભૂલી ગયા છે. 1930માં નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ થયો હતો. જ્યાં નમકના કાયદો તોડવામાં આવ્યો હતો. સૌથી મોટા રામ ભક્ત ગાંધી બાપુ હતા. રામ બોલી પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. પરંતુ આજે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. જયારે 2009માં નવસારી લોકશાભાની ચૂંટણી કરવામાં આવી ત્યારે ત્યાં 14 લાખ મતદાતાઓ હતા. આજે 2024માં 22 લાખ મતદાતાઓ છે. આજે પોલીસ, ઇન્કટેક્સ, ઇડી તમામ વિભાગ આજે મોદી સરકારના અન્ડરમાં છે.
નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈષદ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, મનમોહનસિંહના સરકારમાં તેઓ ઘણી બધી વખત પત્રકાર પરિષદ યોજી હતી. આજની સરકાર 10 વર્ષમાં એક પણ વખત પ્રેસ કોન્ફ્રન્સ કરી નથી. યોજનાઓ બહાર પડે છે.તેઓ ટીકાઓ કરી હતી કે, રાજીવ ગાંધીના યોજનાઓમાં ભ્રષ્ટાચાર થઇ રહ્યો હતો. તો આ સરકારમાં તો લાખો ભ્રષ્ટાચારીઓ છે. આજે રામના નામે લોકો પાસે મત માંગવામાં આવી રહ્યા છે. ચૂંટણી કમિશનરની નિમણૂક વડા પ્રધાન કરે છે. 400 પાર શાં માટે કહી રહ્યા છો. તમારે તમામ સત્તા હાથમાં રાખવાની છે. સતત 400 પાર એના કરતા 500 પાર કહી દો તે સારું છે .
Naishadh Desai: આજે લોકતંત્રને ખતમ કરી નાખી છે
સી.આર.પાટીલના એક કામ માટે હું ખુશ છું. કુપોષિત બાળકોની કરેલી સેવા તે મને ગમ્યું છે. બાકી તમામ કામો તમારા ખોટા છે. 1952માં પેહલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભા હતી, જે આજે 12 વિધાનસભા છે. આજે નવસારીના લોકો પાસે 22 લાખ મત લેવા છે, જેમાં મારાં મત પણ લેશે કારણ કે 22 લાખમાં હું પણ એક છું. આજે સરકાર તમામ લોકોને ગુલામ બનાવી રહી છે. 19 તારીખે આપના સહકારથી હું ફોર્મ ભરવા જઈશ. અમે શહીદ થવા માટે ઉભા છે. આજે લોકતંત્રને ખતમ કરી નાખી છે.
વિપક્ષને વિરોધ કરવા દેતા નથી. આજે ભારતના સરહદ ઉપર પાકિસ્તાન, ચીન જેવા દેશોએ કબજો કર્યો છે. ત્યારે આજે ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે.અમે જયારે પણ અવસાન પામીશું ત્યારે અમે રામ બોલીશું. અમે રામના નામે મત નથી માંગવાના. આજે દસ વર્ષમાં મોંઘવારી એટલી વધી ગઈ છેકે, લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે. નૈષદ દેસાઈએ જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષના પાંચ ન્યાય, નારી ન્યાય , ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય અને યુવા ન્યાયના મુદ્દા છે. હાલમાં સરકારે ઇન્કમટેક્સનો ઉપયોગ કરીને કોંગ્રેસ વિરુદ્ધમાં ઘણા ખોટા કેસો કર્યા છે. આજે લોકતંત્રમાં સરકાર સામે વિપક્ષની હત્યા થાય તેમાં આજે દેશમાં રામરાજ્ય આવ્યું છે. આજે દેશમાં મહાભારતનું સર્જન થયું છે. આજે 68 વર્ષમાં પહેલી વખત હું ગાંધીજીના માર્ગે લોકો પાસે મત માગવા માટે જવાનો છું. અહિંસા પરમો ધર્મની સરકાર હત્યા કરી રહી છે.
મે આ પણ વાંચી સકો છો :
Gir Forest: વન વિભાગ દ્વારા 500 જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા
તમે આ પણ વાંચી સકો છો :
‘The Legacy Of Jineshwar’ : ‘ધલેગસીઑફજિનેશ્વર’ ના ટ્રેલરમાં જોવા મળી જૈન પરંપરાની ઝલક