HomeElection 24Modi Parivar: વિપક્ષના મોદી પરિવારની ટિપ્પણી બાદ શરૂ થયું નવું કેમ્પેન -...

Modi Parivar: વિપક્ષના મોદી પરિવારની ટિપ્પણી બાદ શરૂ થયું નવું કેમ્પેન – INDIA NEWS GUJARAT

Date:

Modi Parivar: માંડવીના સઠવાવ ખાતે રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને મોદી પરિવાર સભા યોજાઈ હતી. રાજ્ય મંત્રીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા સાથે જ કેજરીવાલ અને લાલુ યાદવના ભ્રષ્ટાચાર પણ ગણાવ્યા હતા.

Modi Parivar: ગામે ગામ યોજાય રહી છે સભા

હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક ગામોમાં મોદી પરિવાર સભા યોજાય રહી છે ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના સઠવાવ ગામે રાજ્યમંત્રી કુવરજી હળપતિના અધ્યક્ષ સ્થાને મોદી પરિવાર સભા યોજાઈ હતી આ સભામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની છેલ્લા સાત વર્ષના જે સરકારી સહાય યોજના શરૂ કરવામાં આવી છે તે યોજના વિશે કાર્યકરોને અવગત કરાયા હતા સાથે જ મોદીએ કરેલા વિકાસના કામોની જાણકારી આપવામાં આવી હતી.

રાજ્યમંત્રી કુવરજી હળપતિએ આ તબક્કે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસે પહેલેથી જ હાર સ્વીકારી લીધી છે અને વિપક્ષમાં બેસવાની તૈયારી કરી રહ્યું છે કોંગ્રેસ દ્વારા કોલસા કૌભાંડ રાફેલ કૌભાંડ લાલુપ્રસાદ યાદવ દ્વારા ઘાસચારા કૌભાંડ, અને દિલ્હીના સીએમ કેજરીવાલ જેલમાં છે સાથે જ તેમણે મોદી પર આંગળી ચિંધતા વિપક્ષને જણાવ્યું હતું કે તમે એક આંગળી મોદી સામે બતાવો છો તો ચાર આંગળી તમારી તરફ દેખાય છે એટલે ભારતીય જનતા પાર્ટીને 400 થી વધુ સીટો મળી રહેશે અને બારડોલી લોકસભામા આવતી વિધાનસભા માંથી એક લાખથી વધુ લીડ ભારતીય જનતા પાર્ટી મેળવશે. અને વિજયી બનશે એમ જણાવ્યું હતું.

ભાઈ હળપતિ દ્વારા સમગ્ર વિસ્તારમાં મોદી સમર્થકો દ્વારા સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાના લાભો મેળવી ગરીબ અને સામાન્ય વર્ગના લોકોનું જીવન સ્તર સુધર્યું હોવાથી સૌ કોઈ મોદીના કામની પ્રશંસા કરતાં હોવાનું જણાવી લોકો વિપક્ષના ભરમક પ્રચાર માં નહીં આવી ભાજપને સમર્થન આપશે એવું જણાવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Umesh Patel: અપક્ષ ઉમેદવારી કરી રહેલા ઉમેદવારનો અનોખો પ્રચાર 

તમે આ પણ વાંચી સકો છો :

Eid ul-fitr : મુસ્લિમોમાં ભારે મહાત્મય ધરાવતા રમજાન ઈદનો પર્વ રમજાન, ઈદના પર્વ નિમિત્તે મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી

SHARE

Related stories

Latest stories