HomeElection 24Loksabha Elections: 'ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ' - INDIA...

Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’ – INDIA NEWS GUJARAT

Date:

Loksabha Elections:લોકસભા ચૂંટણી 2024 નજીક આવતા અલગ અલગ સમજો માંથી ગુજરાત બેઠકોના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે. ત્યારે આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાત માંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ અંગે મહંત ઇન્દ્રભારતી બાપુએ પોતાની પ્રતીકીયા વ્યક્ત કરી હતી.

Loksabha Elections: સંત સાધુને ટિકિટ મળે તો ભારતનો વિકાસ થશે

આવનારી લોકસભા2024ની ચુંટણી માટે જ્યારે ગુજરાત રાજ્યના અલગ અલગ બેઠકોના ઉમેદવારો જાહેર થઈ રહ્યા છે ત્યારે અત્યાર સુધી જુનાગઢ લોકસભા બેઠકની ટિકિટ જાહેર નથી થઈ. ત્યારે જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદરથી કોઈપણ સાધુ સંતને ટીકીટ મળે એવું તે ઈચ્છે છે. એમનુ કીધું કે બધાને સરખા રાખવા એને કેવાઈ સંવિધાન અને સાધુ સમાજ પણ સંવિધાનના અંદર ભારતીય નાગરિક જ છે.

જ્યારે હજી સુધી જુનાગઢ બેઠકના ઉમેદવાર જાહેર નથી થયા ત્યારે આ ટિકિટ કોઈ સાધુને મળે એવી એમની ઈચ્છા છે. જો સંત સાધુને ટિકિટ મળે તો ભારતનો વિકાસ થશે એવું એમનું માનવું છે, તેમજ મહંત ઇન્દ્રભારતી બાપુ દ્વારા સરકારને અપીલ કરાઇ છે કે કોઈ પણ સાધુ સંતોને આગામી લોકસભા ચુંટણીમાં ટિકિટ આપવી જોઈએ. જેનાથી ધર્મ અને રાજનીતિનો સુગમ સમન્વય જળવાય રહે અને ધર્મની રક્ષા માટે જરૂરી કાર્યો થઈ શકે..

ગત વિધાનસભામાં ગુજરાત માંથી 2 સાધુ સંતને ટિકિટ આપી હતી, તો લોકસભા ચૂંટણીમાં પણ ટીકીટ રાજકીય પાર્ટી દ્વારા સાધુ સંતોને ટિકિટ આપીને તક આપવામાં આવે તે ઇચ્છનીય છે તેમ અંતમાં જુનાગઢ ભવનાથ ખાતે આવેલ રૂદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તમે આ પણ વાંચી શકો છો :

Unsuccessful Lover Attacks Girlfriend : વધુ એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવો હુમલો યુવકનો પ્રેમિકા પર સરાજાહેર ઘાતકી હુમલો, ગળુ કાપવા કરેલા વારથી યુવતી હીના બચી ગઈ

તમે આ પણ વાંચી શકો છો :

Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત

SHARE

Related stories

Latest stories