HomeElection 24Gujarat CM: બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલની ચાની ચુસ્કી, ચા પીતી...

Gujarat CM: બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલની ચાની ચુસ્કી, ચા પીતી વખતે સામાન્ય જનતાને મળ્યા મુખ્યપ્રધાન – INDIA NEWS GUJARAT

Date:

Gujarat CM: ગુજરાતનાં CM ભૂપેન્દ્ર પટેલ સાદગી ફરી જોવા મળી છે. તાજેતરમાં અરવલ્લી ધનસુરા નજીક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટેલે કાંસાના વાટકામાં સામાન્ય જનતાની જેમ ચાની ચુસ્કી માણી હતી અને ત્યાંનાં લોક સાથે મુલાકાત પણ કરી હતી.

Gujarat CM: ધનસુરાના શીકા ચોકડી પાસે સીએમએ પીધી ચા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના સાદગી અને સોમ્ય સ્વભાવ માટે જાણીતા છે. હાલમાંજ અરવલ્લીના ધનસુરા નજીક શીકા ચોકડી પાસે CMએ સામાન્ય લોકો ની સાથે એકદમ સાદગીથી ચાની ચુસ્કી લીધી હતી. જેમાં કાંસાના વાટકામાં CM ભૂપેન્દ્ર પટેલે ચા પીધી હતી. સાથેજ જ્યાં શીકા ચોકડી પાસે મુખ્યમંત્રીનો કાફલો ઉભો રહ્યો હતો. તેમની સાથે મંત્રી કુબેર ડિંડોર, ભીખુસિંહ પરમાર પણ જોડાયા હતા. અરવલ્લીના ધનસુરાના શીકા ચોકડી પાસે બાબા રામદેવ હોટલ પર ભૂપેન્દ્ર પટેલે ચાની ચુસ્કી લીધી હતી. આ એમની સાદગીનો પહેલો કિસ્સો નથી. અગાઉ પણ CM ભૂપેન્દ્ર પટેલ કચ્છમાં ચાની કિટલી પર ચાની ચુસ્કી લેતા જોવા મળ્યા હતા. CMની ચાની ચુસ્કીનો વીડિયો પણ સામે આવ્યો હતો.

ખાવડા જંક્શન ખાતે CMએ કાફલો રોકાવીને ચાની કિટલી પર ચાની ચુસ્કીનો આનંદ માણ્યો હતો. તે પછી મુખ્યમંત્રી અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકમાં શીકા ચોકડી પાસે ચા પીવા માટે ઉભા રહ્યા હતા. મુખ્યમંત્રીએ તેમના કાફલા સાથે બાબા રામદેવ હોટલ પર ચાની ચુસ્કી લીધી હતી. તે સમયે મુખ્યમંત્રીએ કાંસાના વાટકામાં ચા પીધી હતી. તેની સાથે મુખ્યમંત્રી હોટલમાં આવેલા મહેમાનો સાથે મુલાકાત પણ કરી હતી અને તમાની સાથે સામન્ય વ્યક્તિની જેમ વાત ચિત પણ કરી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Pre & Post Holi Skincare: હોળી દરમિયાન તમારી ત્વચાને કેવી રીતે સુરક્ષિત રાખવી – INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી સકો છો :

ઉનાળાની ગરમીને દૂર કરવા માટે 5 કુદરતી કૂલિંગ Summer Drinks – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories