Election Ready: લોકસભાની ચૂંટણીને લઈને સુરત જિલ્લામાં વહીવટી તંત્ર પણ કામે લાગી ગયું છે. ત્યારે બારડોલી લોકસભા બેઠકના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા પલસાણાના ગંગાધરા ખાતે બારડોલી વિધાનસભા વિસ્તારના એવીએમ તેમજ વીવીપેટ ઉમેદવારોને હાજર રાખીને સીલ કરવામાં આવ્યા હતા.
Election Ready: 276 બુથ, 345 ઇવીએમ, 373 જેટલા વિવિપેટ
આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીને યોજવાની છે. લોકસભાની ચૂંટણીને મતદાન માટે બારડોલી લોકસભા બેઠક ઉપર વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે . ત્યારે બારડોલી લોકસભાના મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા એવીએમ મશીન અને વીવીપેટને લઈને યોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને સાથે જ ખાસ કરીને મદદનીશ ચૂંટણી અધિકારી એવા બારડોલીના પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમારની પણ નિમણૂક કરવામાં આવી છે. પલસાણા તાલુકાના ગંગાધરા ખાતે લોકસભાની ચૂંટણીને લઈને બારડોલી વિધાનસભા વિસ્તારમાં થનાર મતદાન માટે ઇવીએમ અને વિવિપેટ સીલ કરવામાં આવ્યા હતા.
લોકસભાનીં ચૂંટણીમાં સમાવિષ્ટ બારડોલી વિધાનસભામાં કુલ 276 બુથ ઉપર મતદાન થવાનું છે. જેમાં 345 ઇવીએમ તેમજ 373 જેટલા વિવિપેટ છે. તમામ ઉમેદવારો બારડોલી લોકસભાના ઉમેદવારોને સાથે રાખીને સીલ કરવાની પ્રક્રિયા કરાઈ હતી. એક લાખ ચાલીસ હજાર જેટલા પુરુષ મતદારો, તેમજ એક લાખ 35 હજાર 820 મહિલા મતદારો, 8 વ્યંઢળો મળી કુલ 2.81 લાખ જેટલા મતદારો છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા