Dilip And Chaitar Vasava Meets : દિલીપ વસાવા છોટુ વસાવાના પુત્રએ ઉમેદવારી નોંધાવી કલેક્ટર કચેરી ખાતે થઈ બંને ઉમેદવારોની મુલાકાત.
હસ્તા મોઢે કલેક્ટર કચેરી ખાતે તસ્વીરો ખેંચાવી
લોકસભા ચુંટણીની તૈયારીયો વચ્ચે એક ચોંકાવનારી તસવીર સામે આવી છે. જેમાં ભરૂચ લોકસભા બેઠક પર બાપ પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે હસ્તા મોઢે કલેક્ટર કચેરી ખાતે તસ્વીરો ખેંચાવી હતી.
ચોંકાવનારી તસ્વીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની
ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમ સીમાએ પહોંચ્યો છૅ, તેવામાં આજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એક બીજાની સામે પડતા જોવા મળ્યા છૅ, તેવામાં ભરૂચ કલેકટર કચેરી ખાતેથી એક ચોંકાવનારી તસ્વીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની છૅ, વાત કંઈક આમ છૅ કે બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેકટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા, દિલીપ વસાવા જયારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે દરમ્યાન જ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા પણ ત્યાં તેઓના પત્ની માટે ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા આવ્યા હતા, પરંતુ ત્યાં બાહર સોફા પર બેઠાં તે જ દરમ્યાન દિલીપ વસાવા અને ચૈતર વસાવાનો ભેટો થયો હતો.
Dilip And Chaitar Vasava Meets : પોતાની ઉમેદવારી પત્ર ભરીને બેઠક પર જીતના દાવા કર્યા
આમ ભરૂચ કલેકટર કચેરીએ બાપ પાર્ટીના ઉમેદવાર જયારે પોતાનું ફોર્મ ભરવા આવ્યા ત્યારે આ પ્રકારની સર્જાયેલ રાજકીય ગતિવિધિએ અનેક ચર્ચાઓ જગાવી હતી, તો બીજી તરફ બાપ પાર્ટી તરફથી દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પત્ર ભરીને બેઠક પર જીતના દાવા કર્યા હતા. રાજકીય વેરઝેર ભૂલી બંને નેતાઓએ હસ્તા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજુ કર્યા હતા. તેમજ મીડિયા કર્મીઓએ જયારે બંને ને પૂછ્યું કે કેવું લાગે છૅ.. કોણ જીતશે તો બંને હસી પડ્યા હતા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લૉકશાહી દેશ છૅ જેમાં દરેકને મત આપવાનો અધિકાર છૅ, કોઇ પણ જીતી શકે છૅ.
તમે આ પણ વાંચી સકો છો :
Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું
તમે આ પણ વાંચી સકો છો :
Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત