HomeEditorialSnake Fossil: લિગ્નાઈટ ખાણ માંથી 47 મીલિયન વર્ષો જૂના સાપના અવશેષો મળ્યા...

Snake Fossil: લિગ્નાઈટ ખાણ માંથી 47 મીલિયન વર્ષો જૂના સાપના અવશેષો મળ્યા – India News Gujarat

Date:

Snake Fossil: કચ્છની પાન્ધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાંથી 47 મીલિયન વર્ષો જૂના સાપના અવશેષો મળી આવ્યા છે. આ સાપ 49 ફૂટ એટલે કે 15 મીટરથી વધુ લાંબો હોવાનું અનુમાન છે. સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે.

49 ફૂટ લંબાઈ અને 1000 કિલોના વજનનો સાપ

કચ્છની પાન્ધ્રો પાસેની લિગ્નાઈટ ખાણમાં અત્યાર સુધીના સૌથી મોટા સાપના અવશેષો મળી આવ્યા છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR)માં પેલિયોન્ટોલોજીના પોસ્ટ ડોક્ટરલ સંશોધક અને સાયન્ટિફિક રિપોર્ટ્સ જર્નલમાં મુખ્ય લેખક દેબાજીતે દત્તાએ આ અંગેનો રિપોર્ટ રજૂ કર્યો છે. આ સાપ 49 ફૂટ લાંબો હોવાનું અને આ અવશેષો 47 મીલિયન વર્ષ જૂના છે આ સાપને વાસુકી ઈન્ડિકસ નામ આપવામાં આવ્યું છે. IIT રૂરકીના 2 નિષ્ણાત સંશોધકોએ આ સાપના અવશેષો શોધી કાઢ્યા છે. સાપની કરોડરજ્જુના 27 જેટલા અવશેષો બહાર કાઢવામાં આવ્યા છે અને તેને વાસુકી ઇન્ડિકસ નામ આપવામાં આવ્યું છે. ઓડિશાની રૂરકી IITના બે નિષ્ણાત સંશોધકો દેબાજીતે દત્તા અને સુનીલ બાજપાઈ દ્વારા કચ્છના પાન્ધ્રોમાં લિગ્નાઈટ ખાણમાંથી વાસુકીના અવશેષો મળ્યાં હોવાનું જાહેર કરતું એક સંશોધન સાયન્સ જર્નલ ‘સાયન્ટીફિક રીપોર્ટસ’માં પ્રગટ કરવામાં આવતાં સમગ્ર- વિશ્વનું આ બાબતે ધ્યાન ખેંચાયું છે.

Snake Fossil: કરોડરજ્જુના 27 અવશેષો મળ્યા

આ બંને પેલિઓન્ટોલોજીસ્ટ ભૂતકાળમાં નામશેષ થઈ ગયેલી સજીવસૃષ્ટિના અશ્મિઓને ખોદકામ કરીને શોધી, તેનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ-કરી લાખો કરોડો વર્ષ પૂર્વે કેવા પ્રકારની સજીવસૃષ્ટિ વિકસેલી હશે તેનો અભ્યાસ કરે છે. આ અંગે વધુ માહિતી આપતા કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડૉ. સુભાષ ભંડારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005માં દેબાજીત દત્તા અને સુનીલ બાજપાઈએ કચ્છના પાનધ્રો લિગ્નાઈટ ખાણમાંથી તેમને વાસુકી નાગના 27 જેટલા અવશેષ કરોડરજ્જુના મળી આવ્યા છે. આ અવશેષોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતાં તેઓ એ તારણ પર આવ્યાં છે કે આ અવશેષો અંદાજે 47 મિલિયન વર્ષ અગાઉ પૃથ્વી પર વિચરતાં મહાકાય વાસુકી સાપના હોવાનું સામે આવ્યું છે.

ટિટનોબોઆ નામના બીજા વિશાળ પ્રાગૈતિહાસિક સાપ

વાસુકીનું નામ હિંદુ દેવતા શિવ સાથે સંકળાયેલા સાપના રાજાના નામ પરથી રાખવામાં આવ્યું છે. વાસુકી સાપ કદમાં એટલું મોટું છે કે તે વર્ષ 2009માં કોલંબિયામાં કોલસાની ખાણમાંથી મળી આવેલા ટિટનોબોઆ નામના બીજા વિશાળ પ્રાગૈતિહાસિક સાપને ટક્કર આપે છે. ટિટનોબોઆ અંદાજિત 42 ફૂટ લાંબો હોવાનું અનુમાન છે. જે 60 મિલિયન વર્ષો પહેલા જીવ્યા હતા. વાસુકીના મળી આવેલા અવશેષો પરથી આગામી સમયમાં આવા સાપોની રહેણીકરણી કેવી હતી, શું ખોરાક હતો, કંઈ રીતે શિકાર કરતા હતા, ક્યાં પ્રકારના વાતાવરણમાં રહેતા હતા વગેરે જેવી માહિતી પર સંશોધન કરવામાં આવશે.

તમે આ પણ વાંચી સકો છો :

Died Of Heart Attack During Election Duty/ગણદેવીમાં ચૂંટણીની ફરજ દરમિયાન કોલેજના પ્રાધ્યાપકનું હદયરોગનો હુમલો આવતા મોત

તમે આ પણ વાંચી સકો છો :

The beginning of the festival of democracy in the country: દેશમાં લોકશાહીનો પર્વનો પ્રારંભ

SHARE

Related stories

Latest stories