HomeElection 24Candidate Form Submission In Danah : દાનહ લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવારે...

Candidate Form Submission In Danah : દાનહ લોકસભા બેઠક માટે ભાજપ ઉમેદવારે ભર્યું ફોર્મ, દાનહ ખાતે ભાજપ ઉમેદવાર કલાબેન ડેલકરે ફોર્મ ભર્યું – India News Gujarat

Date:

Candidate Form Submission In Danah : નાચતા ગાતા સમર્થકો સાથે પહોંચ્યા હતા ફોર્મ ભરવા પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી પણ રહ્યા સાથે હાજર.

સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી રહ્યા છે

લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષના ઉમેદવારો ફોર્મ ભરવા પોતાના સમર્થકો સાથે ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચી રહ્યા છે ત્યારે દાનહ બેઠક માટે ભાજપ ઉમેદવારે આજે રેલી સ્વરૂપે સમર્થકો સાથે પહોંચીને ફોર્મ ભર્યું હતું.

નામાંકન પત્ર ભરવા માટે સેલવાસ નરોલી સ્થિત અટલ ભવનથી કલેક્ટર ઓફીસ પહોંચ્યા

દાદરા નગર હવેલી ખાતે શિવસેના સાંસદ કલાબેન ડેલકરને ભાજપા એ પોતાના ઉમેદવાર જાહેર કર્યા બાદ આજે તેઓએ વાજતે ગાજતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.. ભાજપના ઉમેદવાર તરીકે કલાબેન ડેલકરને ટિકિટ મળી હતી. આજે કલાબેન ડેલકરે ભાજપના હોદેદારો, તેમના સમર્થકો, ભાજપના કાર્યકર્તા સાથે નામાંકન પત્ર ભરવા માટે સેલવાસ નરોલી સ્થિત અટલ ભવનથી કલેક્ટર ઓફીસ પહોંચ્યા હતા. ત્યાં તેમને ચૂંટણી અધિકારી પ્રિયંક કિશોરને નામાંકન ફોર્મ જમા કરાવ્યું હતું. કલાબેન ડેલકર સાથે પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ નટુભાઈ પટેલ, સેલવાસ નગર પાલિકા પૂર્વ પ્રમુખ રાકેશ ચૌહાણે પણ કલાબેનને ટેકો જાહેર કર્યો હતો.

Candidate Form Submission In Danah : જાણીતા રાજકારણીઓ અને સમાજના આગેવાનોએ પણ તેમની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી

આ સાથે લોકોના સમર્થનને જોઈને પૂર્ણેશ મોદીએ કલાબેનને માસ લીડર ગણાવી આગામી ચૂંટણીમાં વિજયની શુભેચ્છા પાઠવી હતી. અને આ ઘટના બાદ વિસ્તારના જાણીતા રાજકારણીઓ અને સમાજના આગેવાનોએ પણ તેમની ઉમેદવારીને સમર્થન આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે કલાબેન ડેલકર સાથે મળીને અમે સમૃદ્ધિ અને વિકાસ તરફ આગળ વધીશું, કલાબેન ડેલકરની ઉમેદવારીથી ચૂંટણીની રણનીતિમાં નવો રંગ ઉમેરાયો છે અને તેઓ ચૂંટણીના મેદાનમાં વધુ અસરકારક સાબિત થશે એવું સૌકોઈએ જણાવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે 

તમે આ પણ વાંચી સકો છો :

Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો

SHARE

Related stories

TONGUE CLEANING TIPS : માત્ર દાંત જ નહીં જીભની પણ સફાઈ છે જરૂરી

INDIA NEWS GUJARAT : ઘણીવાર લોકો બ્રશ કરતી વખતે...

SINGHAM 3 : જાણો ‘સિંઘમ 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : વર્ષ 2011માં દિગ્દર્શક રોહિત શેટ્ટીએ...

BHOOL BHULAIYAA 3 : જાણો ‘ભૂલ ભુલૈયા 3’ મૂવીનો રિવ્યૂ

INDIA NEWS GUJARAT : હાલમાં, હોરર-કોમેડી માત્ર બોક્સ ઓફિસ...

Latest stories