HomeElection 24Booth Convention: કચ્છમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન - INDIA NEWS...

Booth Convention: કચ્છમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયું સંમેલન – INDIA NEWS GUJARAT

Date:

Booth Convention: લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં બાઈક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.

બૂથ કાર્યકરોને પાટીલે આપ્યું વિશેષ માર્ગદર્શન

રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કર્યા છે જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં બાઈક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, કાર્યકર્તાઓ તેમજ 2000 જેટલા બુથના કાર્યકર્તાઓ બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બુથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છ માંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે તેવી રીતે 5 લાખ નહીં પરંતુ 7 લાખથી વધુ મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું.

Booth Convention: કચ્છ બેઠક 7 લાખ મતથી જીતવા કરી અપીલ

કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ લોકસભા સીટનું બુથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. 2000 જેટલા બુથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આવનાર સમયમાં કાર્યકર્તાઓ બુથને મજબૂત કરે અને મતદાનના દિવસે બુથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરાવવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહ રચના ઘડવામાં આવે. કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ત્યારે ગુજરાતની 26 એ 26 લોકસભાની બેઠકો જીતીને હેટ્રીક મારવાની છે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

તેમણે વધુ માં કહ્યું કે દરેક બેઠક પર 5 લાખ મતોની લીડથી જીતવાની છે ત્યારે કચ્છ લોકસભા બેઠક 7 લાખ મતોની લીડથી જીતી શકાય તેવું જણાવ્યું હતું. સી.આર.પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો વિજય થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

તમે આ પણ વાંચી સકો છે :

Young Man’s Comittment To Charity : દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં વધુ એક વિરલ ઘટના, સામાન્ય નોકરી કરતાં યુવાનનો શિક્ષા દાનનો સંકલ્પ

તમે આ પણ વાંચી સકો છે :

NDPS Case: સંજીવ ભટ્ટે 1996માં બનાસકાંઠાના વકીલ વિરુદ્ધ કર્યો હતો ડ્રગ્સનો ખોટો કેસ

SHARE

Related stories

Latest stories