HomeElection 24Flag March By Anand Police : આણંદ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ...

Flag March By Anand Police : આણંદ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઇ, પોલીસ અધિક્ષકના નેતૃત્વમાં ફ્લેગ માર્ચ – India News Gujarat

Date:

Flag March By Anand Police : મતદારો નિર્ભયતાથી મતદાન કરે તે માટે ફ્લેગ માર્ચ ફ્લેગ માર્ચ સરદારગંજથી પ્રારંભ થઈ.

લોકસભા ચૂંટણીમાં મતદારો નિર્ભયતાથી શાંતિપૂર્ણ રીતે મતદાન કરે

આણંદ જિલ્લામાં યોજાનારી લોકસભા ચૂંટણીમાં મતદારો નિર્ભયતાથી શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે આણંદ શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

Flag March By Anand Police : કોઈ પણ મતદાર કોઈ પણ ડર કે ભય વગર પોતાનું મતદાન કરીને વોટ આપી શકે

રાજ્યમાં લોકસભા ચુંટણી શાંતિપૂર્ણ રીતે અને નિર્ભયતા થી થાય એવા હેતુ સાથે સમગ્ર રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી રહી છે ત્યારે આણંદ શહેરમાં સરદારગંજ ફાયરબ્રિગેડ પાસેથી પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલનાં નેતૃત્વમાં ફ્લેગ માર્ચનો પ્રારંભ થયો હતો. જેમાં નાયબ પોલીસ અધિક્ષક એલસીબી, એસઓજી સહિત પોલીસ જવાનો જોડાયા હતા. આ ફ્લેગ માર્ચ સરદારગંજ થી પ્રારંભ કરી લોટિયા ભાગોળ, માનીયાની ખાડ, અંબાજી માતાનું મંદિર, આઝાદ મેદાન, વહેરાઈ માતા, બેઠક મંદિર, ગામડી વડ થઈ સરદારગંજ પરત ફરી ફ્લેગમાર્ચનું સમાપન થયું હતું. આ સાથે પોલીસ અધિક્ષક અતુલ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે 7 મેના રોજ ચુંટણી શાંતિપૂર્વક થાય અને કોઈ પણ મતદાર કોઈ પણ ડર કે ભય વગર પોતાનું મતદાન કરીને વોટ આપી શકે એ માટે પોલીસ ટીમ દ્વારા ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. વિધાનસભા અને લોકસભા બંને ચુંટણીને ધ્યાનમ રાખી ને આખું આયોજન કરાયું છે.

તમે આ પણ વાંચી સકો છો :

Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ

તમે આ પણ વાંચી સકો છો :

Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા


SHARE

Related stories

Latest stories