હર્ષ સંઘવી એ વલસાડમાં બપ્પા ના લીધા આશીર્વાદ
ગણેશ મહોત્સ્વને લઈને દેશભરમાં ભક્તિમય વાતાવરણ થયું છે.શ્રદ્ધાળુઓ ગણપતિ ભગવાન ના ચરણોમાં માથું ટેકી પ્રાર્થના કરી રહ્યા છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય એ માટે મન્નત માંગી રહ્યા છે.ત્યારે આજે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વલસાડ જિલ્લાની મુલાકાતે હતા.જ્યાં તેઓએ સૌપ્રથમ ધરમપુરમાં વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઇ અને દાદાના દર્શન કર્યા હતા.ત્યારબાદ વલસાડમાં પણ અનેક ગણેશ પંડાલોમાં તેઓએ દાદાના દર્શન કરી આશીર્વાદ લીધા હતા.આ પ્રસંગે વલસાડ સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલ સહીત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ત્યારબાદ વલસાડમાં દાદીયા ફળિયામાં યોજાયેલા વલસાડ ભાજપા ના ઉપ પ્રમુખ જીનેશ પટેલ ના ત્યા ગણેશ મહોત્સવમાં ગણેશજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સાથે જ લોકોને સંબોધન પણ કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત યુવાઓને ડ્રગ્સ અને વ્યસન ના દૂષણ થી દુર રહેવા અપીલ કરી હતી. ડ્રગ્સના દુષણ સામેની લડાઇ માં મહિલાઓ પણ મહત્વનું યોગદાન આપવા અપીલ કરી હતી.
ડ્રગ્સ માફિયાઓ ની ખેર નથી, શોધી શોધી ને ડ્રગ્સ ના વેપલા ને નાથીશું
છેલ્લા ઘણા સમયથી ગુજરાતની ભૂમિ ઉપર ડ્રગ્સનો કાળો ધંધો વધી ગયો છે અને પોલીસ ની વિવિધ ટીમો નશાના સોદાગરો ને નાથવા એડી ચોટી નું જોર લગાવી રહી છે.થોડા થોડા સમયે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ડ્રગ્સ પકડાયા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે ગૃહ મંત્રી હર્ષ સંઘવી એ આ મામલે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને ડ્રગ્સ માફિયા ને ધૂળ ચાતાડવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે સંઘવી એ લોકો ને માતાઓ ને અપીલ કરીને જણાવ્યું હતું કે આ પ્રકારની કોઈ પણ હિલચાલ દેખાય તો તાત્કાલીક વલસાડ પોલીસનો સંપર્ક કરો અને પોલીસ એક્શન લઈને કાર્યવાહી કરશે.