HomeEditorialBlack Money: કાળું નાણું અને ભ્રષ્ટાચાર આર્થિક ઓછા પરંતુ માનસિક સમસ્યા વધુ...

Black Money: કાળું નાણું અને ભ્રષ્ટાચાર આર્થિક ઓછા પરંતુ માનસિક સમસ્યા વધુ – INDIA NEWS GUJARAT

Date:

Black Money: ભારત ના પ્રધાન મંત્રી શ્રી નરેન્દભાઇ મોદી એક એવાં વ્યક્તિ છે કે તમે એમની સાથે સહમત થાવ કે ના થાવ પણ તમે એમને અવગણી તો ના જ શકો. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા ની ચલણી નોટ રદ કરી નાંખવા નો એમણે નિર્ણય લીધો. દેશ ના આર્થિક અને રાજનૈતિક ફલક પર જાણે સુનામી આવી ગઈ. નાના માણસ થી લઇ ને મોટા માણસ સુધી બધાં હેબતાઈ ગયાં કે શું કરશુ ? શું થશે ?

આ લેખ પ્રધાન મંત્રી ના વખાણ કરવા માટે કે ટીકા કરવા માટે નથી લખ્યો. પરંતું, એક તટસ્થ અવલોકન લખ્યું છે. મોદી જી નો ઈરાદો રાજકીય નથી તેવું માની લેવાં જેટલું ભોળાપણું તો ક્યાં થી લાવવું. પણ મોદી જી કઈંક કરવા માંગે છે તેવું માની લઈને તેમણે સમર્થન આપવું જ રહ્યું.

પહેલી વાત એ છે કે શું ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયા ની નોટ બદલી કાઢવા થી ખરેખર ભ્રષ્ટ્રાચાર દુર થઈ જશે? શું ખરેખર કાળું નાણું બહાર આવી જશે? શું ખરેખર આતંક વાદ ની કમર તુટી જશે? દરેક પગલા ની ટુંકા કે લાંબા ગાળા ની અસર થાય જ છે. તેમ, કામચલાઉ રીતે કાળું નાણું બહાર આવશે. થોડો વખત આતંકવાદી પ્રવૃત્તિ ઓ માટે ફંડ અટકશે. પછી, ફરી થી આ બધું શરું થઈ જશે.

એવું નથી કે દેશ માં પહેલી વાર મોટી નોટ રદ થઈ છે. મોરારજી દેસાઈ એ પણ આવું કરેલું. હવે જો, ત્યારે મોટી નોટ રદ કર્યા થી કાળું નાણું સદંતર મટી ગયું હોત તો આજે મોડી જી એ ફરી થી નોટ બંદ કરવા નો નિર્ણય કેમ લેવો પડત.

કાળું નાણું એક એવી જીવાત કે જે ક્યારેય સદંતર નાબુદ થઈ શકે નહીં. પરંતું, આ જીવાત ને વકરતી રોકવા માટે સમયાંતરે એની ટ્રીટમેન્ટ કરતા રહેવું પડે. કાળું નાણાં ને તમે દરિયા કિનારે થતી વનસ્પતિ ગાંડા બાવળ સાથે સરખાવી શકો. જે રીતે ગાંડો બાવળ ગમે તેટલી વાર કાપી નાંખો એ પાછો ઉગે જ છે. તેમ, કાળું નાણુ ફરી ફરી ને ઉદભવ્યા જ કરે છે.

કાળું નાણું અને ભ્રષ્ટ્રાચાર એ આર્થિક ઓછો પરંતું માનસિક પ્રશ્ન વધું છે. ચલણી નાણું રંગે કાળું કે સફેદ હોતું નથી.
માણસ જેમ જેમ વધું કમાતો જાય તેમ તેમ તેને વધું ને વધું કમાવા ની ઘેલછા વધતી જ જાય છે. પૈસા ની ભુખ ક્યારેય મટી શકતી નથી. સો ના હજાર, હજાર ના લાખ,લાખ ના કરોડ અને કરોડ ના અબજ કરવા ની ગાંડી ભુખ પ્રત્યેક માણસ માં હોય હોય અને હોય જ છે.

Black Money: જ્યાં સુધી આ ભુખ ચાલુ રહેશે ત્યાં સુધી કાળું નાણું ઉત્પન્ન થયા જ કરશે.

કાળું નાણું એટલે દેશ ની આર્થિક સિસ્ટમ ને થયેલી કબજીયાત. જે રીતે માણસ ની કબજીયાત થવા થી જાત જાત ના શારીરિક પ્રશ્નો ઉદભવે છે. તે રીતે અર્થ તંત્ર ને કબજીયાત થાય તો પણ દેશ અને સમાજ માં અનેક પ્રશ્નો ઉત્પન્ન થાય છે.

જો માણસ માપ નું જ ખાય અને બીજા ને પણ ખાવા દે તો બધા જ ધરાઈ ને ખાઈ શકે અને કોઈને કબજીયાત ના થાય. તે જ રીતે જો અર્થ તંત્ર ના તમામ પગથિયે બેઠેલા માણસો નાણાં ને તિજોરી માં કે તહેખાના માં રોકી દેવા ની જગા એ નાણું સરળ, સાચા અને સલામત માર્ગે ફરતું રાખે તો કાળું નાણું ઉદભવે જ નહી.

પરંતું, આ ક્યારેય શક્ય થઈ શકશે નહીં. માણસ ની લાલસા ઓ અને ઘેલછા ઓ અનંત હોય છે.

અકરાંતીયા ની જેમ ખાવા થી આફરો ચઢે છે, અપચો થાય છે કે કબજીયાત થાય છે. તે જ રીતે એકલપંડે વધું ને વધું નાણું ભેગુ કરવા થી અર્થ તંત્ર ને આફરો ચઢે છે. માટે, બંને ની દવા કરવી પડે છે. મારું માનવું છે કે જે રીતે કબજીયાત દુર કરવા કાયમ ચુર્ણ લેવું પડે છે તે રીતે કાળું નાણું દુર કરવા માટે મોટી નોટ બંદ કરી દેવા નો રેચ આપવો પડે છે.

બાકી, દુનિયા માં કબજીયાત અને કાળાં નાણાં નો કોઈ જ કાયમી ઉપાય કે ઉકેલ નથી.

કાળાં નાણાં ની સમસ્યા દુર કરવી હાય તો માણસ માત્ર ની વિચાર ધારા બદલવી પડે. વિચાર ધારા એક લાંબી તાલીમ વડે જ બદલી શકાય. રાતો રાત એમાં પરિવર્તન આવી શકે નહીં.

વહેંચી ને ખાવુ, ખપ પુરતું જ લેવું અને સંગ્રહ કરવો નહીં એવાં સંસ્કાર બાળપણ થી જ આપવા પડે. સંસ્કાર આપનારે અનુસરણ પણ કરવું પડે. આનો અર્થ એ થયો કે જે બાળક ને આજે આ સમજ અને સંસ્કાર આપશું તો એ યુવાન થાય ત્યારે એક પુખ્ત વિચાર ધરાવતો થાય.

મતલબ કે કાળાં નાણાં ની સમસ્યા સંપુર્ણ દુર કરવાની આજે શરૂઆત કરીએ તો વીસ વરસ પછી તેનું પરિણામ જોવા મળે.

બધે બધું જ છે. તો પછી આ સિસ્ટમ વડે કાળું નાણું રોકી કેમ નથી શકાતું ?

બાકી, શું કાયદા ઓ ઓછા છે ? શું ભારત ના બંધારણ માં આર્થિક માપદંડો અંગે જોગવાઈ ઓ નથી ? શું આવક અંગે ના કાનુની ધારા ધોરણાઓ નથી ? શું ઈંકમ ટેક્સ ડીપાર્ટમેન્ટ નથી ? શું વિવિધ વેરા અંગે ના અધિકારી ઓ નથી ? શું લાંચ રુશ્વત વિરોધી અધિકારી ઓ નથી ?

અભાવ છે એક દ્રઢ ઈચ્છા શક્તિ નો. અભાવ છે એક નૈતિક મુલ્યો ના આચરણ નો. અભાવ છે બંધુત્વ ભાવના નો. અભાવ છે સિસ્ટમ ના પાલન માટે કર્તવ્ય નિષ્ઠા નો. અભાવ છે એક સબળ, સ્વચ્છ અને સાદી વિચારધારા નો.

કાળાં નાણાં માટે સહુ થી વધુ જો કોઈ જવાબ દાર હોય તો મારા મત પ્રમાણે અતિ શિક્ષિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો અને સરકારી અધિકારી ઓ. આ એ લોકો છે જે કાયદાકિય આંટીઘુંટી ના દાવ પેચ લગાવી લગાવી ને નાણાં ને છુપાવી ને છટકવા ની બારી ઓ બતાવતા રહે છે .

બાકી, જો આ વર્ગ આવક અંગે ના કાયદા ઓ સીધી રીતે અમલ કરાવતાં રહે તો કાળું નાણું ઉદભવી શકે જ નહીં.

બાકી નાણું ના તો સફેદ હોય છે કે ના તો કાળું હોય છે. નાણું માત્ર નાણું હોય છે. નાણાં અંગે ની મતિ સફેદ અથવા કાળી હોઈ શકે છે.

વિચાર બદલાય તો જ માણસ બદલાય. માણસ બદલાય તો જ સમાજ બદલાય. સમાજ બદલાય તો જ દેશ બદલાય. દેશ બદલાય તો જ યુગ નિર્માણ થઈ શકે.

બાકી , આ એક એવું વિષચક્ર છે કે ચાલ્યા જ કરે છે.

તમે આ પણ વાંચી સકો છો :

Ram Navami: અયોધ્યા રામમંદિરમાં 1 લાખથી વધુ લાડુ મોકલવામાં આવશે 

તમે આ પણ વાંચી સકો છો :

Surat Police: નવા પોલીસ કમિશ્નર તરીકે અનુપમસિંહ ગેહલોતએ ચાર્જ સંભાળ્યો

SHARE

Related stories

Latest stories