HomecrimeSurat Bomb Threat: સુરત પોલીસને કંટ્રોલ રૂમમાં મળ્યો કોલ, કહ્યું ત્રણ જગ્યાએ...

Surat Bomb Threat: સુરત પોલીસને કંટ્રોલ રૂમમાં મળ્યો કોલ, કહ્યું ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે – India News Gujarat

Date:

Surat Bomb Threat: સુરત પોલીસને ગતરોજ કંટ્રોલ રૂમમાં એક કોલ મળ્યો હતો જેમાં કોલ કરનારે એવું જણાવ્યુ હતું કે, મોડી રાત્રે 11 કલાક 55 મિનિટે સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. કંટ્રોલમાં આવા પ્રકારના કોલ મળતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ હતી અને કોલ કરનાર અશોકસિંગ ને ગણતરીના કલાકોમાં ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપી અશોકસિંહ પબ્લિક સ્ટંટ કરવા ના ઇરાદે આવો કોલ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કરવામાં આવ્યો હતો.

Surat Bomb Threat: પબ્લિક સ્ટંટ કરવા ના ઇરાદે કોલ કર્યો

ગતરોજ ની વાત કરવામાં આવે તો આશરે સાંજના સાડા સાત વાગ્યા દરમ્યાન સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં એક અજાણ્યા ઈસમે ફોન કર્યો અને તેને કંટ્રોલ રૂમમાં ફોન ઉચકનાર ને એવી ધમકી આપી કે મોડી રાત્રે 11 કલાક 55 મિનિટે સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરવામાં આવશે. આ કોલ મળતાની સાથે જ સુરત શહેર પોલીસમાં હડકંપ મચી ગયો હતો શરૂઆતમાં આ કોલ નું લોકેશન ઉધના વિસ્તારમાં મળતા ઉધના પોલીસને એલર્ટ કરવામાં આવી હતી.

જ્યારે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતા ઉધના પોલીસની સાથે સાથે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ પણ કામે લાગી ગઈ હતી. આખી રાત ઉધના વિસ્તારની સાથે સાથે શહેરની અન્ય જગ્યાએ શોધખોળ કર્યા બાદ આજરોજ વહેલી સવારે જે યુવકે કંટ્રોલરૂમમાં કોલ કર્યો હતો એવા અશોક સિંહને સુરતની ઉધના પોલીસે ઝડપી પાડ્યો હતો પ્રાથમિક પુછપરછ માં તેને આ કોલ ફક્ત સ્ટંટ કરવા માટે કર્યો હતો. તેથી સુરત પોલીસે હાશકારો અનુભવ્યો હતો. સુરતની ઉધના પોલીસે આરોપી અશોક સિંહની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે અશોક સિંહ ઉધના વિસ્તારમાં જ રહે છે અને છૂટક મજૂરી કામ કરી પોતાનું ઘર ચલાવે છે. હાલ ઉધના પોલીસ અશોકની ધરપકડ કરી તેને આ ફક્ત પબ્લિક સ્ટન્ટ માટે કર્યું છે કે ખરેખર તે કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ સાથે જોડાયો છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરશે.

તમે આ પણ વાંચી સકો છો :

Decarbonising India : ડીકાર્બોનાઇઝિંગ ઇન્ડિયા અને વૈશ્વિક ડાયમંડ સેક્ટરને વેગ આપવા SRK એ અપનાવ્યા નવા સસ્ટેનેબિલિટી સ્ટાન્ડર્ડ

તમે આ પણ વાંચી સકો છો :

Now you will not be able to offer these flowers in temples: હવે આ ફૂલો મંદિરોમાં ચઢાવી શકાશે નહીં, કેરળ ત્રાવણકોર અને મલબાર દેવસ્વોમ બોર્ડે લાદ્યો પ્રતિબંધ

SHARE

Related stories

Latest stories