INDIA NEWS GUJARAT : કોસંબા પોલીસે 1200 લિટર ગેરકાયદેસર બાયોડીઝલ સાથે મહિલાની કરી ધરપકડ, પતિ ફરાર
કોસંબા પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલના વેપલા સામે મોટી કાર્યવાહી કરી છે. જૂના કોસંબા વિસ્તારમાં વોન્ટેડ આરોપી અકબર શેખના ઘરે દરોડા દરમિયાન પોલીસને મકાનની બહાર શંકાસ્પદ પ્રવાહી ભરેલી ટાંકી મળી આવી હતી…
તપાસમાં આ પ્રવાહી બાયોડીઝલ હોવાનું બહાર આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. સ્થળ પરથી બે ટાંકી, 1200 લિટર બાયોડીઝલ અને એક મોટર મળી કુલ રૂપિયા 1.16 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જેમાં બાયોડીઝલની કિંમત 96 હજાર રૂપિયા, ટાંકીની કિંમત 10 હજાર રૂપિયા અને મોટરની કિંમત 10 હજાર રૂપિયા આંકવામાં આવી છે…
કોસંબા પોલીસે આ મામલે આરોપી અકબર શેખની પત્ની રાજેકાબાનુની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી અકબર અફસર શેખ ફરાર છે. બંને આરોપીઓ જૂના કોસંબા, તાલુકા માંગરોળના રહેવાસી છે. પોલીસે ગુનો નોંધી અકબર શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ગુનો નોંધી અકબર શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Wildlife Trafficking : જામનગરમાં ગેરકાયદેસર વન્ય પ્રાણીઓની હેરાફેરી મામલો તાજેતરમાં ઉકેલાઈ ગયો