શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસ વધીને 581 થયાં – India News Gujarat
આજે લાંબા સમય બાદ કોરોના વિસ્ફોટ Surat માં થયો છે.સુરતમાં આજે કોરોના ના 164 કેસ નોંધાlતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. Surat સીટી વિસ્તારમાં 156 કેસ જ્યારે ગ્રામિય વિસ્તારમાં 8 કેસ નોંધાતા કોરોનાનો મોટાપાયે પગપેસારો જોવા મળ્યો હતો. Suratમાં આજે ઓમિક્રોનના વધુ 4 કેસ નોંધાયા હતા અને તેની સાથે કુલ કેસ 16 થયા હતા. – India News Gujarat
કોણ ક્યાંથી આવ્યું અને કોણ કેટલું જવાબદાર – India News Gujarat
35 વર્ષના હીરા વેપારી એ યુએઈથી કતારગામ વિસ્તારમાં આવ્યા હતા. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મોટાભાગના ઓમિક્રોનના કેસ પાછળ વિદેશથી આવનાર પ્રવાસીઓ જ મુખ્ય રીતે કારણભુત છે. અઠવા ઝોન વિસ્તારમાં રહેતી 47 વર્ષીય મહિલા યુએઈ ખાતે આવી હતી. તો બીજી બાજુ મોટા વરાછા ખાતે રહેતો 19 વર્ષીય યુવાન યુકેથી આવ્યો હતો. અઠવા ઝોનમાં રહેતો 21 વર્ષના યુવાનું યુકેથી આવ્યા બાદ ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે પાંચ વ્યક્તિ ઇન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા જેમાં દુબઇ 3 અને કેનેડા અને થાઈલેન્ડ એક એક વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે. – India News Gujarat
અલગ અલગ વિસ્તાર આવ્યા ઝપેટમાં – India News Gujarat
બીજી બાજુ અઠવા ઝોનમાં નંદની સોસાયટીમાં એક પરિવારના ચાર લોકો સાથે ચપેટમાં આવ્યા હતા. બીજી બાજુ રાંદેર ઝોનમાં સુરભીપાર્કમાં એકજ પરિવારના 3 લોકો ઝપેટમાં આવી ગયા હતા. બીજી બાજુ ઉધના ઝોનમાં તલગપુર વિસ્તાર માં એકજ પરિવારના 3 લોકો આવતા મનપા દ્વારા ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવ્યા છે. – Insdia News Gujarat
વિદ્યાર્થી તથા વાલીઓ અસમંજસમાં – India News Gujarat
બીજી બાજુ શહેરમાં 9 જેટલા વિધાર્થી પોઝિટિવ આવ્યા છે. જેમાં એસ ડી જૈન શાળા લુડ્સ કોન્વેન્ટ સેવન્થ ડે અને જે એચ અંબાણી પી પી સવાણી હીરાબાગ અને એલપી સવાણી પાલના બે બે વિધાર્થી ઝપેટમાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. વળી,વનિતા વિસરામ શાળા અને કોલેજના પણ વિધાર્થી પોઝિટિવ આવ્યા છે. હવે એક બાજુથી સરકારે ઓફલાઈન વર્ગો શરૂ કરી દીધા છે તથા 10માં તથા 12ની પરીક્ષાની તારીખ પણ જાહેર કરી દીધી છે ત્યારે વાલીઓને શું કરવું તે સમજાઈ નથી રહ્યું. – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો : કેવું રહેશે નવું વર્ષ તમારું ? જાણીએ Astrologer તથા Tarot Card Reader મોનાલી જૈન પાસેથી – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો : Salman Khan New Year Celebration Party पार्टी में यूलिया वंतूर और संगीता बिजलानी नजर आई