HomeCorona Updateગુજરાતમાં અનલોક પહેલા જ કોરોના બોમ્બ ફૂટ્યો, કુલ 16,794 પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં અનલોક પહેલા જ કોરોના બોમ્બ ફૂટ્યો, કુલ 16,794 પોઝિટિવ કેસ નોંધાયા

Date:

રાજ્યમાં કોરોના વૈશ્વિક મહામારી સતત વધી જ રહી છે. દરરોજ સરેરાશ 300થી 350 કરતા પણ વધુ કેસો નોંધાઈ રહ્યા છે. જોકે સારી વાત એ પણ છેકે તેની સાથે દરરોજ 500થી 600 લોકો ડિસ્ચાર્જ પણ થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 16,794 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાથી 1,038એ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 9,919 લોકો સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. તો દેશભરમાં રીકવરી રેટમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. ઉલ્લેખનિય છે કે રાજ્યમાં કોરોનાના કુલ 438 પોઝિટિવ કેસ નોઁધાયા હતા. જ્યારે 31 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 20, પંચમહાલમાં 3, પોરબંદર અને સુરતમાં 2-2, અમરેલી,અરવલ્લી, જામનગર અને રાજકોટમાં એક એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી 1038 વ્યક્તિઓના કોરોનાના કારણે મોત થયા છે. જ્યારે 621 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

 

SHARE

Related stories

Latest stories