HomeCorona UpdateBJPના ફાયરબ્રાન્ડના પ્રવક્તા સંબિત પાત્રાને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા

BJPના ફાયરબ્રાન્ડના પ્રવક્તા સંબિત પાત્રાને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Date:

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના ફાયરબ્રાન્ડ પ્રવક્તા સંબિત પાત્રાને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંબીત પાત્રા માં કોરોના વાઇરસ ના લક્ષણો જોવા મળ્યા હોવાથી હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. સંબિત પાત્રા હોસ્પિટલમાં દાખલ થતા ભાજપના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કરીને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

હરિયાણાના ગુરુગ્રામમાં હોસ્પિટલમાં દાખલ થયેલા પાત્રા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પત્રકાર છે. 2019 ની લોકસભાની ચૂંટણીમાં સંબિત પાત્રાએ ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી પણ ચૂંટણી લડી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

SHARE
- Advertisement -

Related stories

Latest stories