યો બાઇકસે પ્રથમ હાઈસ્પીડ વાહન “યો ટ્રસ્ટ” ડ્રિફ્ટ એચએક્સ મોડેલ લોન્ચ કર્યું
યો બાઇક્સ, ભારતની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદક કંપનીએ અમદાવાદમાં પ્રથમ હાઇ સ્પીડ વાહન સાથે માર્કેટ એક્સેસ માટે નવું હાઇ સ્પીડ “યો ટ્રસ્ટ” ડ્રિફ્ટ એચએક્સ મોડલ લોન્ચ કર્યું છે. તેને યો બાઇક્સ ના એમડી અને સીઇઓ ની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તેમના અગ્રણી કન્સેપ્ટનો હેતુ આપણા દેશમાં કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવાની મુખ્ય ચિંતાઓને દૂર કરીને ઇલેક્ટ્રિક 2-વ્હીલર ઉદ્યોગમાં ક્રાંતિ લાવવાનો છે. આ બાઇક ગ્રાહક લાભ અને રાષ્ટ્ર નિર્માણમાં તેના યોગદાનની પુષ્ટિ કરે છે.
ઇલેક્ટ્રિક હાઇ સ્પીડ વાહનોની મુખ્ય વિશેષતા :-
મહત્તમ ઝડપ: 65km/h
ટોપ સ્પીડ: 40 કિમી 3 સેકન્ડમાં 65 કિમી 7 સેકન્ડમાં
રેન્જ: 100 કિમી+
બેટરી: 2.65kWh
યો બાઇક્સનું વિઝન અને મિશન ક્રૂડ ઓઇલના સંદર્ભમાં ભારતના આયાત બિલને ઘટાડવામાં યોગદાન આપવાનું છે. જેમ કે, યો બાઇક્સ ના એમડીએ 2006માં ભારતમાં પ્રથમ વખત સપનું જોયું હતું કે ભવિષ્ય ઇલેક્ટ્રિક મોબિલિટીનું હશે.
યો બાઇક્સના સીઇઓ પ્રદીપ કાવડિયાએ જણાવ્યું હતું કે હવે યો બાઇક્સ દેશના દરેક ખૂણે આઉટલેટ ખોલવાની પહેલ કરવા જઇ રહી છે જેથી કરીને ઉત્પાદનો ભારતના તમામ ગ્રાહકો સુધી પહોંચી શકે.
કાવડિયાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં તેમની કંપની ઇલેક્ટ્રિક વાહનોની પ્રોડક્ટ રેન્જને મજબૂત કરવા અને વાહનોના વેચાણમાં વધારો કરવા માટે આગામી નાણાકીય વર્ષમાં લો સ્પીડ ઈલેક્ટ્રિક વાહનો તેમજ હાઈ સ્પીડ ઈલેક્ટ્રિક વાહનોમાં નવી પ્રોડક્ટ રેન્જ રજૂ કરશે.
તેમણે અમારા ગ્રાહકોને નવી ટેક્નોલોજી અપનાવવાની સાથે સૌથી વધુ સ્પીડ અને સૌથી વધુ માઈલેજ ધરાવતા ઈલેક્ટ્રિક વાહનો આપવા વિશે પણ વાત કરી, જેથી યો બાઇક્સ પ્રોડક્ટ્સ તમામ વય જૂથના ગ્રાહકોને આકર્ષી શકે. તેમાં સુરક્ષા સાધનો, પગલાં અને ટેક્નોલોજી દ્વારા મુશ્કેલી-મુક્ત ડ્રાઇવિંગ અનુભવ પ્રદાન કરવાનો પણ સમાવેશ થાય છે.
ગ્રાહકોની સલામતી માટે યો બાઈક્સે ગ્રાહકોને ઈનબિલ્ટ ટોર્ચ કી ચેઈન અને હેલ્મેટ સાથે યો બાઈક્સ વાહનો પહોંચાડવાનું નક્કી કર્યું છે. :- પ્રદીપ કાવડીયા – યો બાઇક્સ પ્રાઇવેટ લિમિટેડ