HomeBusinessState Labor Award/AM/NS Indiaના સહયોગીને રાજ્ય શ્રમ પુરસ્કારથી સન્માનિત/INDIA NEWS GUJARAT

State Labor Award/AM/NS Indiaના સહયોગીને રાજ્ય શ્રમ પુરસ્કારથી સન્માનિત/INDIA NEWS GUJARAT

Date:

AM/NS Indiaના સહયોગીને રાજ્ય શ્રમ પુરસ્કારથી સન્માનિત

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) – આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસના સહયોગીને રાજ્ય સરકાર દ્વારા પ્રતિષ્ઠિત રાજ્ય શ્રમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.


ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન, ગ્રામીણ વિકાસ, શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે સોમવારે રાજ્ય શ્રમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.


AM/NS Indiaના સહયોગી તથા મિકેનિકલ ડિપાર્ટમેન્ટના કન્ટ્રોલમાં ફરજ બજાવતા સોનાલાલ રેને રાજ્ય શ્રમ ભૂષણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ઉત્પાદકતા/ઉત્પાદનમાં અસાધારણ યોગદાન અને શ્રેષ્ઠતમ નવીન ક્ષમતાઓ દર્શાવવા બદલ શ્રમિકોને એનાયત કરવામાં આવે છે.


રેને ઇલેક્ટ્રિક આર્ક ભઠ્ઠી 3 ના સૌથી ઝડપી પુનરુત્થાન માટેના તેમના આઈડીયા અને સ્વદેશી અભિગમ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, જે બેરિંગ ફેલ્યોરને કારણે બ્રેકડાઉન હેઠળ હતું. તેમના આઈડીયાના પરિણામે, અંદાજિત 11 દિવસના બદલે 8 દિવસમાં ભઠ્ઠીની કામગીરી ફરીથી શરૂ કરી શકાઈ હતી.


રાજ્ય સરકાર દ્વારા ઉત્પાદન, ઉત્પાદકતા, ઔદ્યોગિક શાંતિ, સતર્કતા તથા આરોગ્ય, સલામતી અને પર્યાવરણના ક્ષેત્રમાં ઔદ્યોગિક કામદારો દ્વારા કરવામાં આવેલા નવીન કાર્યોને પ્રોત્સાહિત કરવા અને માન્યતા આપવા માટે રાજ્ય શ્રમ પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારોની 4 શ્રેણીઓ છે, જેમાં રાજ્ય શ્રમરત્ન, રાજ્ય શ્રમ ભૂષણ, રાજ્ય શ્રમ વીર અને રાજ્ય શ્રમ શ્રી/શ્રમ દેવીનો સમાવેશ થાય છે.

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories