HomeBusiness'Seatex' Exhibition/‘સીટેક્ષ’એકઝીબીશનમાં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુની કિંમતની ટેક્ષ્ટાઇલ...

‘Seatex’ Exhibition/‘સીટેક્ષ’એકઝીબીશનમાં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુની કિંમતની ટેક્ષ્ટાઇલ મશીનરીઓના ઓર્ડર્સ મળ્યાં/INDIA NEWS GUJARAT

Date:

ચેમ્બરના ત્રિદિવસીય ‘સીટેક્ષ’એકઝીબીશનમાં એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુની કિંમતની ટેક્ષ્ટાઇલ મશીનરીઓના ઓર્ડર્સ મળ્યાં

આગામી છ મહિનામાં મશીનરીઓમાં રૂપિયા ૧પ૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના

દેશભરમાંથી રપ હજારથી વધુ બાયર્સે સીટેક્ષની મુલાકાત લીધી

જેન્યુન બાયર્સો સાથે વન ટુ વન મિટીંગમાં એકઝીબીટર્સને અત્યાધુનિક ટેક્ષ્ટાઇલ મશીનરીઓની ઢગલાબંધ ઇન્કવાયરી જનરેટ થઇ, એકઝીબીટર્સને નવા બાયર્સ પણ મળ્યા હતા : રમેશ વઘાસિયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરી, ર૦ર૪ દરમ્યાન સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું આજરોજ સફળતાપૂર્વક સમાપન થયું હતું.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ભારતમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓની સાથે સાથે યુરોપિયન મશીનરીઓ તેમજ જર્મની વિગેરે દેશોમાં બનેલી અદ્યતન ટેક્ષ્ટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરસાણા સ્થિત એસી ડોમ ઉપરાંત બહારની જગ્યામાં અલગથી એક ડોમ બનાવીને એકઝીબીટર્સોને સમાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે ૬૮૦૦, બીજા દિવસે ૧૦૩ર૦ અને આજે ત્રીજા દિવસે ૮૩૮૬ મળી કુલ રપપ૦૬ બાયર્સ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલની વિવિધ મશીનરીઓ જોવા માટે આવ્યા હતા.

સીટેક્ષ એક્ષ્પો સુપર હીટ રહયો હોવાના ફીડબેક એકઝીબીટર્સ તરફથી મળ્યાં હતાં. એકઝીબીટર્સ ખૂબ જ સારી રીતે અત્યાધુનિક મશીનરીઓ બાયર્સ સમક્ષ પ્રેઝન્ટ કરી શકયા હતા. આ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરનારા એકઝીબીટર્સને નવા બાયર્સ પણ મળ્યા હતા.

દેશના વિવિધ ખૂણેથી આવેલા જેન્યુન બાયર્સો સાથે એકઝીબીટર્સોએ વન ટુ વન મિટીંગો કરી હતી. સીટેક્ષની મુલાકાતે આવેલા બાયર્સે એકઝીબીટર્સને સારા ઓર્ડર્સ આપ્યા હતા, આથી એકઝીબીટર્સને સ્થળ પર જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુની કિંમતના મશીનરીઓના ઓર્ડર મળ્યાં હતાં. આ એક્ષ્પો થકી ટેક્ષ્ટાઇલ મશીનરીઓ તેમજ એન્સીલરીઓ માટે જે મહત્વની ઇન્કવાયરી એકઝીબીટર્સને જનરેટ થઇ છે તેનું એનાલિસિસ કરવામાં આવે તો આગામી છ મહિનામાં ટેક્ષ્ટાઇલ મશીનરીઓમાં આશરે રૂપિયા ૧પ૦૦ કરોડથી વધુના કેપીટલ ઇન્વેસ્ટમેન્ટની પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

ત્રણ દિવસમાં દેશના વિવિધ રાજ્યો અને શહેરો જેવા કે ઇચ્છલકરંજી, ચેન્નાઇ, તિરૂપુર, બાલોતરા, ઝાલોર, સેલમ, પૂણે, કોલ્હાપુર, સોલાપુર, નાસિક, દાદરાનગર હવેલી, મથુરા, ખાંડવા, ઇરોડ, લુધિયાના, પાલી, જામનગર, આણંદ, પોરબંદર, કોટા, અંબરનાથ, મોરબી, ઔરંગાબાદ, અંકલેશ્વર, માલેગાંવ, કોડા કંડલા, ઉદયપુર, ગોંડલ, કલોલ, ધુળે, મેરઠ, ઠાણે, ભીવંડી, ગુડગાંવ, બોઇસર, આગ્રા, કોટા, અજમેર, ગાંધીધામ, સાંગલી, વારાણસી, કલકતા, મુંબઇ, હૈદરાબાદ, પાણીપત, બેંગ્લોર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, જેતપુર, બેલગામ, બેલાગાવી, દિલ્હી, જોધપુર અને બિજનોરથી જેન્યુન બાયર્સે સીટેક્ષ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ ઈન્ડસ્ટ્રીને આવરી લગતી દરેક સેગમેન્ટની ટેક્ષ્ટાઇલ મશીનરી, એસેસરીઝ, વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લુમ્સ, વોટર જેટ લમ્સ, રેપીયર લમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

SHARE

Related stories

Latest stories