S. Jaishankar: સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકર પહોંચ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં સુરતના નામી ઉદ્યોગપતિઓએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વેપારને લઇને સંવાદ કર્યો હતો.
S. Jaishankar: વિદેશ પ્રવાસના અનેક કિસ્સાઓ પણ એમણે રજૂ કર્યા
યુવા ઉદ્યોગપતિ સાથે સંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર પહોંચ્યા હતા.. દિશા ફાઉન્ડેશનના સંસ્થાપક દિનેશ પટેલ તેમજ તેમની ટીમે વિદેશમંત્રી એસ.જયશંકરનું ભવ્ય સ્વાગત કર્યું, વિદેશનીતિ થકી વેપારમાં કઇ રીતે વિકાસ કરી શકાય તે વિષયે વિદેશ મંત્રી એસ જયશંકરે વેપારીઓને માર્ગદર્શન આપ્યું હતું.. 1 એપ્રિલનો દિવસ ભલે આખી દુનિયા મુર્ખ બનાવવાં તરીકે ઉજવતી હોય પરંતુ આ દિવસ સુરતના બોદ્ધિકો માટે યાદગાર રહ્યો હતો. દિશા ફાઉન્ડેશન આયોજિત સંવાદ કાર્યક્રમમાં દેશના વિદેશ મંત્રી એસ. જયશંકરે સુરતના યુવાઓને માર્ગદર્શન આપ્યું હતું. 1 એપ્રિલના દિવસે એસ. જયશંકર સુરતના મહેમાન બન્યા હતા અને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ જ કડીમાં ઇન્ટ્રેક્ટ વિથ યંગ બિઝનેસ લીડર ઓફ સુરતમાં વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા યુવા વેપારી મિત્રોને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુરતના યુવા ઉદ્યોગ સાહસિકો જોડાયા હતા. વિદેશ મંત્રી એસ. જયશંકરનું વિવિધ કલાકૃતિઓ ભેટમાં આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારતની વિદેશનીતિ પર એક ટુંકો ખ્યાલ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમે જ્યારે પણ કોઇ વિદેશ પ્રવાસે હોઇએ છે અને ખાસ તો વડાપ્રધાન મોદી સાથે જ્યારે પણ વિદેશનો પ્રવાસ હોય એ ખાસ હોય છે. તેમણે અલગ અલગ દેશોમાં જોયેલી વસ્તુને ભારતમાં કઇ રીતે આકાર આપી શકાય તે માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારની પ્રશંસા કરતા વિવિધ કિસ્સાઓ સંભળાવ્યા હતા.
વિદેશનીતિ અનેગ એસ.જયશંકર વિસ્તૃત માહિતી આપી
આ દરમિયાન તેમણે કરેલી કેટલીક રમુજી ટિપ્પણી પર પણ શ્રોતાઓએ તાળી પાડીને તેમની વાતને વધાવી હતી. પોતાના ભાષણ દરમિયાન એસ. જયશંકરે 2014 બાદ દેશની વિદેશનીતિ કેવા પ્રકારની રહી અને તેની શું અસર થઇ તેનો ચિતાર આપ્યો હતો. વિદેશનીતિ કઇ રીતે વેપારને અસર કરે છે તેની પણ સચોટ વાત વિદેશમંત્રીએ કરી હતી.
ભાષણ પૂર્ણ થયા બાદ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દિશા ફાઉન્ડેશનના ગોપાલ ગોસ્વામીએ વિવિધ મુદ્દાઓ પર વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વિસ્તૃત વાતો કરી હતી. વિદેશમંત્રીએ તમામ મુદ્દાઓ પર પોતાનો મત આપ્યો હતો. આવાસ યોજના હેઠળ 20 કરોડ લોકોને ઘર આપ્યા હોવાનો દાવો પણ વિદેશમંત્રીએ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સુરતના નામી ઉદ્યોગપતિઓ પણ હાજર હતા. કેટલાક ઉદ્યોગપતિઓએ વિદેશમાં વેપારને લઇને પ્રશ્નો કર્યા હતા તો કેટલાકે વિદેશનીતિ થકી કઇ રીતે વેપાર વધારી શકાય તે માટે માર્ગદર્શન પણ વિદેશમંત્રી પાસેથી લીધું હતું. ઉપરાંત કેટલાક ઉદ્યોગપતિઓએ સુરતમાં વેપારને લઇને સમસ્યાઓ પણ વિદેશમંત્રી સામે મુકી હતી જેના સમાધાન માટે વિદેશમંત્રીએ બાયંધરી આપી હતી.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા