S. Jayshankar: વિદેશમંત્રી એસ. જયશંકર સુરતની મુલાકાતે આવ્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ સહિત અલગ-અલગ ઇન્ડસ્ટ્રીઓના કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. દરમિયાન તેમણે શહેરમાં પત્રકાર પરિષદને પણ સંબોધી હતી. એમાં તેમણે ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને પાડોશી દેશો સાથેની અત્યારની સરહદ પર જે પરિસ્થિતિ છે એને લઈને જવાબ આપ્યા હતા.
S. Jayshankar: સુરતનો ડાયમંડ બિઝનેસ 30 % રશિયા પર નિર્ભર
સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર આવ્યા હતા. આ સમયે એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે સુરતના હીરા ઉદ્યોગમાં G7 દ્વારા લેવાયેલા નિર્ણયને કારણે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. રશિયાથી આવતા રફ ડાયમંડ G7 દેશોમાં સ્વીકારવામાં આવશે નહીં એ પ્રકારનું નિર્ણય લેવાયો છે. સુરતનો ડાયમંડ ઉદ્યોગ રફ ડાયમંડ માટે રશિયા પર 30 ટકા કરતાં વધુ આધારિત છે. આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં રફ ડાયમંડને પોલીસ કરીને સુરતથી મોકલવામાં આવતા હોય છે, એના પર ખૂબ મોટી અસર થઈ છે. આ બાબતે એસ. જયશંકરે કહ્યું હતું કે G7 દેશો સાથે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે.
G7 નો એક વિચાર છે એ બાબતે અમે તેમની સાથે કરી છે વાતચીત
યુરોપિયન દેશો સાથે પણ વાત ચાલી રહી છે. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં લાખો લોકોને રોજગારી મળી રહે છે. નાની-નાની ફેક્ટરીઓમાં પણ લોકો કામ કરતા હોવાને કારણે રોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થાય તેમ છે. આ બાબતે આંતરરાષ્ટ્રીય સ્તરે વાતચીત ચાલી રહી છે. પહેલા મોટા ભાગનો ઉદ્યોગ એન્ટવર્પમાં થતો હતો, પરંતુ હવે સ્થિતિ થોડી બદલાય છે, તે સૌકોઈ જાણે છે છતાં પણ આ પ્રશ્નનો ઝડપથી ઉકેલ આવે તેવો પ્રયાસ કરી રહ્યા છે.
S. Jayshankar: સરહદ ઉપર સ્થિતિ તનાવપૂર્ણ
વિદેશમંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે સરહદ ઉપર જે સ્થિતિ હતી એ સ્થિતિ અત્યારે પણ યથાવત્ છે. પાકિસ્તાની સરહદ ઉપર આપણે જે સ્થિતિ જોવા મળતી હતી, અત્યારે પણ એવી જ તનાવપૂર્ણ સ્થિતિ છે. આતંકવાદ વિશેની વાત કરીએ તો ટેરરિઝમનો જવાબ કાઉન્ટર ટેરરિઝમ જ હોઈ શકે. જ્યાં સુધી સરહદ ઉપર શાંતિ નહીં થાય ત્યાં સુધી જે સ્થિતિ એવી જ રહેશે. આતંકવાદી ઇગ્નોર કરવામાં આવે, જસ્ટિફાય કરીએ એ યોગ્ય નથી.
એસ. જયશંકર ને કરવામાં આવેલા એક પ્રશ્નના જવાબ આપતા એમને કહ્યું કે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં કેટલાંક સ્થળોનાં નામમાં ફેરફાર કરી દીધા હોવાનું જાણવા મળ્યું છે તેમજ સૈન્ય પણ ખડકી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી છે, પરંતુ આપણા તરફથી પણ જે એક્શન લેવી જોઈએ એ અત્યારે લેવાઈ રહી છે. માત્ર નામ બદલવાથી કોઈ ફરક પડી જતો નથી. અરુણાચલ પ્રદેશ એ ભારતનું અભિન્ન અંગ હતું અને રહેશે. અત્યારે પરિસ્થિતિમાં આપણે જે પણ પગલાં લેવા જોઈએ એ તમામ પગલાં સરહદ ઉપર લેવાઈ રહ્યાં છે.
તમે આ પણ વાંચી સકો છો :
Gold Fraud Gang: ૫ લાખ રૂપિયામાં ૧ કિલો સોનું મળશે…સાચું નહિ માનતા..બની શકો છો છેતરપીંડીનો ભોગ
તમે આ પણ વાંચી સકો છો :
Gir Somnath: રૂપિયા 2.72 લાખનો મુદ્દામાલ કબજે કરી 4 મંદિરમાં ચોરી કરનાર 6 પકડાયા