HomeBusinessPublic Relations Office Of MP CR Patil Opened/સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખૂલ્લું...

Public Relations Office Of MP CR Patil Opened/સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખૂલ્લું મુકાયું/INDIA NEWS GUJARAT

Date:

સુરત ખાતે નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખૂલ્લું મુકાયું

પ્રમાણપત્ર સેવાઓના આંતરરાષ્ટ્રીય પ્રદાતા, Intertek Moody તરફથી ISO 9001: 2008 પ્રમાણપત્ર અપાયું
2008 માં તેઓ દેશના પહેલા સાસંદ બન્યા જેમને આ સન્માન મળ્યું હોય..

નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સુરતના અંબાનગર, ઉધના ખાતે સાંસદ સી.આર.પાટીલના જનસંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકાયુ હતું. સુરત શહેર મતવિસ્તારના નાગરિકો અને જાહેર જનતાને તેમના પ્રશ્નો તેમજ રજૂઆતો માટે અનૂકૂળતા રહે એ માટે સી.આર.પાટીલના માતૃશ્રીના હસ્તે જનસંપર્ક કાર્યાલયને લોકસેવા માટે ખૂલ્લું મૂકાયું છે.


આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, મેયર દક્ષેશ માવાણી, ડે.મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ અને કાર્યકરોએ ઉપસ્થિત રહી સાંસદ સી.આર.પાટીલને શુભેચ્છાઓ પાઠવી હતી


સી.આર. પાટીલના સાંસદ બન્યા બાદ મુલાકાતીઓ ની સંખ્યા ઉત્તરોઉત્તર ખૂબ વધી રહી છે.. પોતાના મત વિસ્તાર નવસારી સહિત સુરત તેમજ અન્ય વિસ્તારો માંથી પોતાની સમસ્યા અને પ્રશ્નો લઈને લોકો એમના કાર્યાલય ખાતે આવતા હોય છે સાથે જ્યારથી તેઓ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બન્યા ત્યાર થી સમગ્ર ગુજરાતનાં કાર્યકર્તા અને નેતાઓ એમની મુલાકાતે આવત હોય છે ત્યારે આવનાર તમામ લોકોને પૂરતી સગવડ મળી રહે અને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે એમાટે આ કાર્યાલય ની નિર્માણ કરાયું છે જેથી આવનાર તમામ મુલાકાતીને અહિયાં સુખદ અનુભૂતિ નો અહેસાસ થાય,, પાટીલ હમેશા પોતાની મુલાકાંતે આવનાર લોકોની સગવડ માટે ચિંતતી રહે છે અને પોતાના ઓફિસ કર્મચારી સાથે તમામ લોકોને સૂચના આપતા હોય છે અને મુલાકાતીને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખવા કહેતા હોય છે ત્યારે નવા કાર્યાલય બન્યા બાદ એમની ચિંતા થોડાઘણા અંશે ઓછી થઈ શકશે..


સાંસદ સી.આર પાટીલ પહેલા કાર્યકાળ દરમ્યાન જયારે તેઓ સાંસદ બન્યા ત્યારે 2008 માં ISO 9001- 2008 પ્રમાણપત્ર પણ મળવા પામ્યું હતું જે સમગ્ર દેશમાં પહેલા સાસંદ હતા જેને આ રીતે પબ્લિક રિલેસન ઓફિસના શું વ્યવસ્થિત કામકાજને લઈને મળેલ હતુ.. 2008 માં તેઓ દેશના પહેલા સાસંદ બન્યા જેમને આ સન્માન મળ્યું હોય.. પ્રમાણપત્ર સેવાઓના આંતરરાષ્ટ્રીય પ્રદાતા, Intertek Moody તરફથી ISO 9001: 2008 આ સન્માન સી. આર પાટીલને આપવામાં આવ્યું હતું અને ત્યારથીજ તેઓ મુલાકાતે આવનારા નાગરિકો માટે સતત સેવામાં વૃદ્ધિ કરતાં આવ્યા છે અને આજે નવા ભવનમાં તેમની નવી ઓફિસ બનતા હવે નાગરિક સેવામાં મોટો વધારો કરતાં સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના સેવાકાર્યના ડાયરાનો વધુ વિસ્તાર કર્યો છે..

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories