SHARE
HomeBusinessProgram Of PM Mitra Park/પી.એમ.મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રાએ...

Program Of PM Mitra Park/પી.એમ.મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રાએ પત્રકારોને માહિતગાર કર્યા/INDIA NEWS GUJARAT

Date:

જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે પી.એમ.મિત્ર પાર્કના કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રાએ પત્રકારોને માહિતગાર કર્યા

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ગામે આગામી તા.૨૨ ફેબ્રુઆરી-૨૦૨૪ ના રોજ માન. વડાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે પી.એમ.મિત્ર પાર્ક સહિત વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત/ લોકાર્પણનો કાર્યક્રમ યોજાનાર છે.


જે અન્વયે જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પત્રકારોને સંબોધતા જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે આશરે ૧૫ હજાર કરોડના કામોનું ખાતમુહૂર્ત/ લોકાર્પણ કામો હાથ ધરાશે.

કાર્યક્રમના સ્થળે વાહન પાર્કિંગ, રસ્તા, બેસવાની વ્યવસ્થા,પ્રોટોકોલ, હેલીપેડ, વડાપ્રધાનને લોકો જોઇ શકે તેવી રીતે સ્ટેજની વ્યવસ્થા સહિતની ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં નવસારી તેમજ સુરતથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે.


આ અવસરે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત અધિકારીઓ, મિડીયાકર્મીઓ ઉપસ્થિત રહયાં હતાં.

SHARE

Related stories

Latest stories