HomeBusinessProgram Of PM Mitra Park/વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા...

Program Of PM Mitra Park/વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્થળની વિઝિટ કરી/INDIA NEWS GUJARAT

Date:

વાંસી બોરસીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે સાંસદ સી.આર.પાટીલે સભા સ્થળની વિઝિટ કરી

જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ બેઠક વ્યવસ્થા, પાર્કિગ અને ટ્રાન્સપોર્ટેશન સહિતની વિસ્તૃત માહિતી પુરી પાડી


નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે તા. ૨૨ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ પૂર્વે નવસારીના સાંસદ અને પ્રદેશ સંગઠનના પ્રમુખ સી.આર.પાટીલે શુક્રવારે સભા સ્થળની મુલાકાત લીધી હતી.


ટેક્સટાઈલ ઉદ્યોગ ક્ષેત્રે મહત્વપૂર્ણ ગણાતા પીએમ મિત્ર પાર્કના કાર્યક્રમ પૂર્વે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ સાંસદ સી.આર.પાટીલને સભા સ્થળ પર થઈ રહેલી તૈયારી અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી. જેમાં સભા મંડપમાં વીવીઆઈપી, વીઆઈપી અને જનમેદનીની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ તેમજ ટ્રાન્સપોર્ટેશન સહિતની વિવિધ તૈયારી અંગે વાકેફ કર્યા હતા. આ વેળા જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહીવટદાર આનંદુ સુરેશ, અધિક કલેકટર કેતન જોશી અને જિલ્લા સંગઠનના પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત સુરત મહાનગર પાલિકાના મેયર દક્ષેશ માવાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી આગામી 22 મી તારીખે અદાજીત 15000 કરોડના ખર્ચે સાકર થનાર પીએમ મિત્ર પાર્કનું ખાત મહુરત કરનાર છે અને આ સમયે અહિયાં કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગપતિ અને વ્યાપારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે ત્યારે પ્રધાનમંત્રી અહિયાં જન સભા ને પણ સંબોધન કરી શકે છે.. સાથેજ મહત્વપૂર્ણ કોઈ અન્ય જાહેરાત પણ થઈ શકે છે.. જેને લઈને તમામ ભાજપ કાર્યક્રતા સહિત નેતાઓ આ કાર્યક્રમને લૈનેખૂબજ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે અને હીરા બુર્સ બાદ કાપડ ઉદ્યોગ માટે આ પીએમ મિત્ર પાર્ક ખૂબ મોટું નજરાણું બની રહેશે અને આ પ્રોજેક્ટ સાકાર થયા બાદ કાપડ ઉદ્યોગનો વેશવિક સ્તરે ખૂબ ઊંચી ઊચાઇ હાંસલ કરી શકશે એવી જાણકારી જાણકારો આપી રહ્યા છે..

SHARE

Related stories

Latest stories