HomeBusinessOnline Application/આઈ.ટી.આઈ ખાતે વિવિધ ટ્રેડોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરી શકાશે/India...

Online Application/આઈ.ટી.આઈ ખાતે વિવિધ ટ્રેડોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરી શકાશે/India News Gujarat

Date:

કામરેજ આઈ.ટી.આઈ ખાતે વિવિધ ટ્રેડોમાં ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરી શકાશે

પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ તા.૩૧ ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અરજી કરવી

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની કામરેજ સ્થિત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૩ માં જૂજ બેઠકો ખાલી રહી છે. આથી પ્રવેશ ઈચ્છુક ઉમેદવારોએ આ સંસ્થા ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઇન https://itiadmission.gujarat.gov.in ઉપર નવીન પ્રવેશફોર્મ ભરી રૂ. ૫૦/- રજિસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહિત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શક્યા ન હોય તો તેવા ઉમેદવારોએ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજિસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે. એમ કામરેજ આઇ.ટી.આઇ.ના આચાર્યની યાદીમાં જણાવાયુ છે.

SHARE

Related stories

Latest stories