HomeBusiness'Multidisciplinary Team'/સિવિલ હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી/India News Gujarat

‘Multidisciplinary Team’/સિવિલ હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી/India News Gujarat

Date:

સિવિલ હોસ્પિટલના તબીબોની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ તરીકેની ઉત્તમ કામગીરી:

સુરત સિવિલના ડેન્ટલ, ઇએનટી(ENT) અને એનેસ્થેસિયા વિભાગના તબીબોનું સફળ ઓપરેશન: મહારાષ્ટ્રના ૧૬ વર્ષીય કિશોરના જડબામાંથી ૧૦૦ ગ્રામની ગાંઠ દુર કરી

સિવિલની ટીમે જડબાની ગાંઠનું ઓપરેશન કરીને મહારાષ્ટ્રના દુર્ગેશ પાટીલને અસહ્ય પીડામાંથી મુક્તિ આપી

ખાનગી હોસ્પિટલમાં ૮૦ હજારના ખર્ચે થતું જડબાની ગાંઠનું ઓપરેશન નવી સિવિલમાં વિનામૂલ્યે થયું

સહિયારા પુરૂષાર્થના હંમેશા શ્રેષ્ઠ પરિણામો મળતાં હોય છે. એટલે જ દુનિયાનું કોઈ પણ ક્ષેત્ર હોય, ટીમવર્ક દ્વારા સફળતા અવશ્ય મળે જ છે, આ વાતને સાબિત કરતાં સિવિલ હોસ્પિટલના ડેન્ટલ, ઇએનટી(ENT) અને એનેસ્થેસિયા વિભાગની ‘મલ્ટીડિસીપ્લીનરી ટીમ’ના તબીબો ટીમે મહારાષ્ટ્રના નંદુબારના ૧૬ વર્ષીય દુર્ગેશ પાટીલના જડબામાંથી ૧૦૦ ગ્રામની ગાંઠ બહાર કાઢીને નવું જીવન આપ્યું છે. ખાનગી હોસ્પિટલમાં રૂા.૮૦ હજારમાં થતું ઓપરેશન નવી સિવિલમાં વિનામૂલ્યે થતા પાટીલ પરિવારના દીકરાને અસહ્ય પીડામાંથી મુકિત મળી હતી.

        મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના વૈજલી ગામમાં પરિવાર સાથે રહેતા અને ધો.૧૧ સાયન્સમાં અભ્યાસ કરતાં ૧૬ વર્ષીય દુર્ગેશકુમાર ભરતભાઇ પાટીલને છેલ્લા દોઢ મહિનાથી મોઢાં ડાબા ભાગે સોજો રહેતો હોવાથી જડબામાં અસહ્ય દુઃખાવો થઇ રહ્યો હતો. સોજાના કારણે શ્વાસ લેવામાં, બોલવા-જમવા સહિતની દૈનિક ક્રિયાઓમાં પારાવાર મુશ્કેલી પડતી હતી. દુર્ગેશના પિતા ભરતભાઇ ખેતી કામ કરી પરિવારનું ગુંજરાન ચલાવે છે ત્યારે પોતાના ૧૬ વર્ષીય દિકરાને નજીકની ખાનગી હોસ્પિટલ તપાસ કરતા રૂ.૮૦ હજારનો ખર્ચ થશે એમ કહ્યું હતું.
         નબળી આર્થિક સ્થિતિના કારણે આટલો માતબર ખર્ચ પોસાય એમ ન હોવાથી નજીકના સંબંધી મારફત તા.૦૨ ઓક્ટોમ્બરના રોજ સુરતની નવી સિવિલ હોસ્પિટલના સારવાર માટે દાખલ થયાં. જ્યાં એમ.આર.આઈ. કરવામાં આવતાં જડબાના આગળના ભાગમાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જેથી તા.૦૪મી ઓક્ટો.ના રોજ ડેન્ટલ વિભાગના ડો.ગુણવંત પરમાર, ઇએનટી વિભાગના ડો.જૈમિન કોન્ટ્રાક્ટર અને સિનિયર રેસિડન્ટ ડો.પ્રાચી રોયે પાંચ કલાકમાં સફળ ઓપેરેશન કરી ગાંઠ બહાર કાઢી હતી. સર્જરી દરમિયાન તબીબી ટીમ સાથે નર્સિંગ સ્ટાફે પણ જહેમત ઉઠાવી હતી. 
        ડેન્ટલ વિભાગના પ્રાધ્યાપક અને વડા ડો.ગુણવંત પરમારે  જણાવ્યું કે, આ પડકારજનક સર્જરી પાર પડતાં અમારી ટીમ ખુબ ખુશ છે. દુર્ગેશના જડબામાં ૧૦૦ ગ્રામની ગાંઠ હોવાના કારણે બોલવા,ખાવામાં અને શ્વાસ લેવામાં સમસ્યા થઇ રહી હતી. જો સમયસર જડબામાંથી આ ગાંઠ કાઢવામાં ન આવી હોત તો દર્દીને કેન્સર થવાનું તેમજ જીવનું પણ જોખમ હતું. અસહ્ય પીડાને કારણે પૂરતી ઊંઘ, ખોરાક ન લેવાને કારણે તેમનું વજન ઘટી ગયું હતું. સિવિલમાં દાખલ થયાં ત્યારે તેમના શરીરમાં લોહીનું પ્રમાણ ખુબ ઓછું હતું. સિવિલમાં પાટીલ પરિવાર પર કોઈ આર્થિક ભારણ નથી પડ્યું, અને તેઓ લાંબી પીડામાંથી મુક્ત થયા છે એનો અમને ખુબ આનદ છે. હવે દુર્ગેશ સંપૂર્ણ સ્વસ્થ છે, ઓપરેશન બાદ હવે તેમનું હિમોગ્લોબીનનું પ્રમાણ વધીને ૯.૦૦ થયું છે. હવે કોઈ પણ ભય વિના તેઓ નોર્મલ જિંદગી જીવી શકશે.  
           દુર્ગેશ પાટીલે જણાવ્યું હતું કે, અમારો મધ્યવર્ગી પરિવાર છે, પિતા ખેતી કામ કરી બે ભાઇઓને અભ્યાસ કરાવી રહ્યા છે. સિવિલના તબીબોની અથાગ મહેનતના કારણે અમારા જેવા ગરીબ ઘરના દીકરાનું વિનામૂલ્યે ઓપરેશન શકય બન્યું છે. ઓપરેશન દરમિયાન તબીબો, આરોગ્ય સ્ટાફનો સંપૂર્ણ સહકાર મળ્યો છે, અને એકપણ રૂપિયાના ખર્ચ વગર મને સ્વસ્થ કર્યો છે હોવાનુ જણાવી  દુર્ગેશ પાટીલે તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
      નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની ગુણવત્તાયુક્ત સારવાર-શુશ્રુષામાં નવી સિવિલ હરહંમેશ અગ્રેસર રહી છે. દુર્ગેશને મળેલી સમયસર અને યોગ્ય સારવાર તેનું ઉત્તમ ઉદાહરણ છે.
SHARE

Related stories

Latest stories