HomeBusinessMeeting of Tribal Development Board/નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને...

Meeting of Tribal Development Board/નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ/India News Gujarat

Date:

નાણા અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ ૩૦૩૫ લાખના ૯૪૫ કામોનું આયોજન મંજુર કરાયું

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ અને સુરત જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષતામાં સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી. સંકલિત આદિજાતિ વિકાસ યોજના, માંડવી દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના ૨૦૨૩-૨૪ના અંતર્ગત સુરત જિલ્લામાં વિવેકાધિન જોગવાઈ ૯૬ ટકા વિવેકાધિન જોગવાઈ અને ૦૪ ટકા વિવેકાધીન જોગવાઈ મળી કુલ રૂ.૩0૫૩.૬૫ લાખના ૯૪૫ કામોના કરેલા આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું હતું કે, તાલીમ માટે કરવામાં આવેલ જોગવાઈના કામો કોઈ સ્વૈચ્છિક સંસ્થાને ન આપતા સરકાર દ્વારા માન્ય એજન્સી દ્વારા કરવામાં આવે એ ઇચ્છનીય છે એમ કહી તેમણે પાણી પુરવઠા વિભાગ દ્વારા જ્યાં પાણી આપી શકાતું ન હોય તેવી જ જગ્યાએ બોર મોટરના કામો કરવામાં આવે એ જરૂરી છે. તેમજ વ્યક્તિગત લાભાર્થીઓ જેમણે અગાઉ લાભ લીધેલ હોય તેવો ફરી રીપીટ ન થાય એના માટે ખાસ આયોજન કરવા મંત્રીએ જણાવ્યું હતું.
બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટર આયુષ ઓકે અને મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ પણ ઉપયોગી સૂચનો કરીને માર્ગદર્શન આપ્યું હતું.
સુરત જિલ્લાનામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ન્યુ ગુજરાત પેટર્ન ૯૬ ટકા વિવેકાધિન જોગવાઇ યોજના અંતર્ગત માંડવી તાલુકામાં ૬૪૯.૭૪ લાખના ૧૫૭ કામો, માંગરોળ તાલુકામાં ૩૯૫.૯૭ લાખના ૯૫ કામો, ઉમરપાડા તાલુકામાં ૩૩૪.૫૦ લાખના ૧૨૬ કામો, બારડોલી તાલુકામાં ૪૫૨.૬૩ લાખના ૧૧૨ કામો, મહુવા તાલુકાના ૪૮૯.૪૭ના ૧૦૫ કામો, પલસાણા તાલુકામાં ૧૪૮.૪૧ લાખના ૫૩ કામો, કામરેજ તાલુકામાં ૧૫૫.૪૯ લાખના ૪૩ કામો, ઓલપાડ તાલુકામાં ૧૪૪.૮૩ લાખના ૭૯ કામો, ચોર્યાસી તાલુકામાં ૩૧.૩૨ લાખના ૫૩ કામોના મળીને કુલ ૮૨૩ કામોના આયોજનને મજૂરી આપવામાં આવી હતી.
સુરત જિલ્લાનામાં વર્ષ ૨૦૨૩-૨૪માં ન્યુ ગુજરાત પેટર્ન ૪ ટકા વિવેકાધિન જોગવાઇ યોજના અંતર્ગત પલસાણા તાલુકામાં ૪૬.૯૭ લાખના ૨૬ કામો, કામરેજ તાલુકામાં ૫૮.૧૦ લાખના ૩૦ કામો, ઓલપાડ તાલુકામાં ૫૨.૮૭ લાખના ૩૮ કામો અને ચોર્યાસી તાલુકામાં ૩૩.૩૪ લાખના ૨૮ કામો મળીને કુલ ૧૨૨ કામોના આયોજનને મંજૂરી આપવામા આવી હતી. આમ ૯૬ ટકા વિવેકાધીન જોગવાઈ અને ૪ ટકા વિવેકાધીન જોગવાઈ અંતર્ગત કુલ ૩૦૫૩.૬૫ લાખના ૯૪૫ કામોના કરેલા આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ડીડીઓ બી.કે વસાવા, ટીએસપી માંડવીના પ્રયોજના વહીવટદાર નિધિ સિવાચ, વન વિભાગના નાયબ વન સંરક્ષક આનંદકુમાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતી, તાલુકા પંચાયતોના પ્રમુખઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories