સાંસદ સી.આર.પાટીલના હસ્તે ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું:
૩૭.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ
‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે:
ભાઠેના જંકશન પર ફલાય ઓવર બ્રિજ નિર્માણથી ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળીઃ -:સાંસદ સી.આર.પાટીલ
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સુરત મહાનગરપાલિકાએ રૂ.૩૭.૩૩ કરોડના ખર્ચે બનાવેલા નવનિર્મિત ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશન પરના ફલાય ઓવર બ્રિજનું લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે સાસંદ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, સુરત શહેર ડાયમંડ અને ટેક્ષ્ટાઇલ સિટી તરીકે ઓળખાય છે, એવી જ રીતે બ્રિજ સિટી તરીકે પણ સુરતની એક અલગ ઓળખ ઉભી થઇ છે.સુરત શહેરમાં ખ૨વ૨નગ૨ જંકશન થી પર્વતપાટીયા ત૨ફ ભાઠેના જંકશનને જોડતો ૧૨૧મો બ્રિજને ખુલ્લો મુકવામાં આવ્યો છે.ત્યારે દેશભરમાં સુરત શહેર સૌથી વઘુ બ્રિજ બનાવનારું શહેર બન્યું છે.
વઘુમાં તેમણે કહ્યું હતું કે, પીક અર્વસ દરમિયાન ભાઠેના જંકશન પર ટ્રાફીક જામની સમસ્યાના નિવા૨વા માટે મહાનગર પાલિકા દ્વારા ભાઠેના જંક્શન પર નવનિર્મિત ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કર્યું છે. બ્રિજના નિર્માણથી આસપાસનાં વિસ્તારના લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે તેમજ લોકોનો સમય અને ઈંધણની પણ બચત થશે.
સુરત મહાનગરપાલિકાની વિકાસલક્ષી કામગીરીને બિરદાવતા તેમણે કહ્યું કે, ‘સૌના સાથ, સૌના વિકાસ’ના સૂત્રને અનુસરી સુરત મહાનગર પાલિકા અને રાજ્ય સરકારે સાથે મળીને વિકાસકામોની વણઝાર કરી છે. જેમાં સુરતવાસીઓ પણ હંમેશા સહયોગી રહ્યા છે. ભાઠેના જંક્શન પરનો નવનિર્મિત બ્રિજ આવાગમન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પાલિકાએ બ્રિજનું નિર્માણ કરી સ્થાનિક જનતા અને હજારો વાહનચાલકોને આવાગમનમાં મોટી રાહત આપી હોવાનું પાટીલે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વ સંગીતાબેન પાટીલ, સંદિપભાઇ દેસાઇ, મનુભાઇ પટેલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર ર્ડા. નરેન્દ્રભાઇ પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ, SMC કમિશનર શાલિની અગ્રવાલ, શાસકપક્ષ નેતા શશીબેન ત્રિપાઠી, દંડક ધર્મેશ વાણિયાવાળા, પૂર્વ ધારાસભ્ય વિવેક પટેલ, કોર્પોરેટરઓ તેમજ અગ્રણીઓ મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.