HomeBusinessLaunch Of 1060 EWS Houses/૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ અને ૧૪૯૮ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ...

Launch Of 1060 EWS Houses/૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ અને ૧૪૯૮ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ/INDIA NEWS GUJARAT

Date:

મોટાવરાછા ખાતે કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ યોજના’ના ૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ અને ૧૪૯૮ આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા નાણા મંત્રી કનુભાઈ દેસાઈ

‘દેશભરમાં સૌથી ઝડપથી વિકાસ પામી રહેલા સુરતમાં વ્યવસાય અર્થે વસેલા પરપ્રાંતીય નાગરિકોને પણ આવાસ યોજનાઓ થકી આવાસીય સુવિધા મળી છે’: નાણામંત્રી કનુભાઈ દેસાઈ

‘રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા બની રહેલા ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો મધ્યમ અને ગરીબવર્ગના પરિવારોને સસ્તાદરે મળી રહ્યા છે, જેથી તેમનું પોતીકા ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે’: વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ

નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે મોટાવરાછા ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અંદાજિત રૂ.૭૮.૭૧ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૦૬૦ EWS આવાસોનું લોકાર્પણ તથા અંદાજિત રૂ.૭૩.૧૮ કરોડના ખર્ચે સાકારિત કુલ-૧૪૯૮ EWS આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


દિવાળી પર્વ પૂર્વે ભેટ સ્વરૂપે નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે, PMAY અંતર્ગત જાતિવાદ કે અન્ય કોઈ પણ ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદને આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, દેશભરમાં સૌથી ઝડપથી વિકાસ પામતા શહેરોમાં સ્થાન મેળવતા સુરતમાં વ્યવસાય અર્થે આવતા પરપ્રાંતીય નાગરિકોને પણ આવાસ યોજનાઓ થકી રહેઠાણની સુવિધા મળી રહે છે.


કુલ રૂ.૧૫૧.૮૯ કરોડના ખર્ચે ‘પીએમ આવાસ આવાસોનું લોકાર્પણ અને કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પ્રસંગે તેમણે સુરતમાં વસતા લાખો શહેરીજનોને પ્રાપ્ત સુવિધાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે, શહેરીકરણના હિતમાં ઝૂંપડપટ્ટી નિવારણ હેતુથી પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ પાકા અને તમામ સુવિધાથી સજ્જ આધુનિક અફોર્ડેબલ હાઉસીંગની યોજનાનો અમલ કરાયો છે, જેથી શહેરમાં ઝુંપડપટ્ટીનું પ્રમાણ ૨૫ ટકાથી ઘટીને ૫ ટકા થયું છે. આ કારણે વધી રહેલી સ્વચ્છતાથી લોકોના આરોગ્યમાં પણ હકારાત્મક અસરો પડી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.


               વન મંત્રી મુકેશભાઈ પટેલે નવા ઘર અને લાભાર્થીઓની સુખ શાંતિ માટે સૌને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉચ્ચ ગુણવત્તાયુક્ત આવાસો બનાવી રહી છે, જેથી મધ્યમ અને ગરીબવર્ગના પરિવારોને સસ્તાદરે આવાસો મળી રહ્યા છે અને તેઓનું પોતીકા ઘરનું સપનું સાકાર થઈ રહ્યું છે. વડાપ્રધાનના ગુડ ગવર્નન્સ (સુશાસન)ના ચીલે ચાલીને રાજ્ય સરકાર પણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સામાન્યજનની સુખાકારીને પ્રાથમિકતા આપી રહી છે.


              નોંધનીય છે કે, માત્ર ૮.૫૦ લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ગેસ લાઈન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, માર્જીનની જગ્યામાં પેવર બ્લોક, વૃક્ષારોપણ સહિત સી.ઓ.પી.ડેવલપમેન્ટ, LED સ્ટ્રીટલાઈટ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (OWC), વોટર રિચાર્જીંગ બોર, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સહિતની બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.


              આ પ્રસંગે ધારાસભ્ય સર્વ સંદીપભાઈ પટેલ, સંગીતાબે પાટીલ, પ્રવીણભાઈ ઘોઘારી, મેયર દક્ષેશભાઈ માવાણી, ડે. મેયર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજનભાઈ પટેલ, મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ, ડે.કમિશનર આશિષ નાયક, પૂર્વ મેયર નિરંજનભાઈ ઝાંઝમેરા, પૂર્વ ડે. મેયર દિનેશ જોધાણી, શાસક પક્ષના નેતા શશિકલા ત્રિપાઠી, દંડક ધર્મેશભાઈ વાણીયાવાલા, કોર્પોરેટર ભાવનાબેન સોલંકી સહિત પાલિકાના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Maha Kumbh 2025: પ્રયાગરાજ મહા કુંભ 2025 – INDIA NEWS GUJARAT

Maha Kumbh 2025: સંગમ શહેર પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભ...

PM Modi inaugurates Z Morh tunnel: PM મોદીએ Z મોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું – INDIA NEWS GUJARAT

PM Modi inaugurates Z Morh tunnel: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

CRACKED HEEL TIPS : શું તમારી હીલ્સમાં તિરાડો પડી ગઈ છે? આ અદ્ભુત ઉપાયનો ઉપયોગ કરો

INDIA NEWS GUJARAT : શિયાળામાં હીલ્સમાં તિરાડ એ સામાન્ય સમસ્યા...

Latest stories