ગાંધી એન્જિનિયરિંગ કૉલેજમાં “ઉદ્યોગ સાહસિકતાને જાણો” વિષય પર તજજ્ઞોનો વાર્તાલાપ યોજાયો
વિદ્યાર્થીઓ માટે સંભવિત કારકિર્દીના માર્ગો જાણવા અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ વ્યક્તિઓ સાથે સંવાદ કરતા ઈજનેરી વિદ્યાર્થીઓ
સુરતના મજુરા ગેટ સ્થિત ડૉ.એસ. & એસ. ગાંધી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નૉલૉજીના મેટલર્જી વિભાગના ઉપક્રમે “ઉદ્યોગ સાહસિકતાને જાણો” વિષય પર તજજ્ઞોનો વાર્તાલાપ યોજાયો હતો.
વિદ્યાર્થીઓ માટે સંભવિત કારકિર્દીના માર્ગો શોધવા અને ઉદ્યોગ ક્ષેત્રમાં અગ્રણી વ્યક્તિઓ સાથે ચર્ચા સંવાદ કરવા માટેના આગવા પ્લેટફોર્મ સમાન આ સંવાદ કાર્યક્રમમાં નારોલા ડાયમંડ પ્રા.લિ.ના ચેરમેન બાબુભાઈ નારોલાએ વિદ્યાર્થીઓને સ્ટાર્ટ અપ અને ઉદ્યોગ ક્ષેત્રમાં રહેલી તકો અંગે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન શ્રી નારોલાએ તેમના અમૂલ્ય અનુભવો શેર કરી ઉદ્યોગ સાહસિકતા, અને ઉદ્યોગમાં સંકળાયેલી જટિલ પ્રક્રિયાઓની સમજ આપી હતી.
તેમણે પડકારોનો સામનો કરવા મક્કમતા અને આત્મબળ કેળવવા પર ભાર મૂકી પડકારોના ઉકેલો મેળવવા અંગે ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું હતું.