HomeBusinessKisan Transport Scheme/કિસાન પરિવહન યોજના અંતર્ગત સુરત જિલ્લામાં વર્ષ દરમિયાન ૧૯ લાભાર્થીઓને...

Kisan Transport Scheme/કિસાન પરિવહન યોજના અંતર્ગત સુરત જિલ્લામાં વર્ષ દરમિયાન ૧૯ લાભાર્થીઓને ૧૩.૫૦ લાખની સહાય ચુકવાઈ/India News Gujarat

Date:

કિસાન પરિવહન યોજના અંતર્ગત સુરત જિલ્લામાં વર્ષ દરમિયાન ૧૯ લાભાર્થીઓને ૧૩.૫૦ લાખની સહાય ચુકવાઈ

ખેડુતોની આવક વધે તે માટે કેન્દ્ર તથા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. ખેડુતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીની આવકમાં વૃધ્ધિ થાય તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત સબસીડી સહાય આપવામાં આવે છે. કૃષિ ઉત્પાદનના પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટ્રેક્ટરનો ઉપયોગ કરતાં હોય છે તેમજ ઓછી જણસ હોય તે સંજોગોમાં ભાડુતી અન્ય ગુડ્ઝ કેરેઝ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારમાં પહોંચાડતા હોય છે. ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યરે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આમ, કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી રાજ્યના ખેડૂતોને મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની યોજના શરૂ કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાન કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક ધટક હેઠળ ૧૯ લાભાર્થીઓને રૂા.૧૩.૫૦ લાખની સહાય ચુકવવામાં આવી છે.
યોજનાનો લાભ કોઈ પણ ખેડુત લઈ શકે છે. પાંચ વર્ષમાં એક વખત ખાતાદીઠ સહાય લઇ શકે છે. ખાતા દ્વારા એમ્પેનલ થયેલ કંપનીનું એમ્પેનલ થયેલ મોડલ ખરીદીવાનું રહે છે. યોજના હેઠળ નાના/સિમાંત/મહિલા/અનુ.જાતિ/ અનુ.જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ.૭૫,૦૦૦ બે માંથી ઓછુ હોય તે જયારે સામાન્ય/ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ.૫૦,૦૦૦ બે માંથી ઓછુ હોય તે મુજબ લાભ મળવાપાત્ર થશે.
યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ https://ikhedut.gujarat.gov.in/ ઉપર અરજી કરી લાભ મેળવી શકશે. વધુ વિગતો સુરત જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક સાધવાથી મળી રહેશે.

SHARE

Related stories

Latest stories