કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ૧૩,૧૪ અને ૧૫ તારીખ સુધી શ્રી વર્ધમાન સેવા મંડળ-વાપી દ્વારા મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયેલ ૫૦ થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવનદાન અપાયું
વાપી તાલુકા માં કરુણા અભિયાન ૨૦૨૪ અંતર્ગત ૧૩, ૧૪ અને ૧૫ તારીખ સુધી શ્રી વર્ધમાન સેવા મંડળ – વાપી દ્વારા મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન પતંગ ના દોરાથી ઘાયલ થયેલ ૫૦ થી વધુ પક્ષીઓને સારવાર આપી જીવનદાન અપાયું
દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી તાલુકા માં મકરસંક્રાંતિ ઉત્સવ દરમિયાન ઘાયલ થતાં પશુ પક્ષીઓને બચાવવા માટે શ્રી વર્ધમાન સેવા મંડળ – વાપી દ્વારા વનવિભાગ ના માર્ગદર્શન હેઠળ નિઃશુલ્ક પક્ષી નિદાન કેન્દ્ર ઉભુ કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સવ દરમિયાન પતંગ ના દોરા થી ઘાયલ થતાં પશુ પક્ષીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે, સારવાર માટે પક્ષીઓના નિષ્ણાંત ડોક્ટર જાલેન્દ્ર કે મહાલા દ્વારા ઉત્તમ સારવાર આપવામાં આવે છે તથા
ટીંકું મેમોરિયલ ટ્રસ્ટ, વાપી એનિમલ રેસ્ક્યુ અને શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ ના સહયોગ થી કેમ્પ નું આયોજન કરવામાં આવે છે, ગુજરાત રાજ્યના ફાઇનાન્સ અને એનર્જી મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા પક્ષી નિદાન કેન્દ્ર ની મુલાકાત લેવામાં આવી હતી અને વર્ધમાન સેવા મંડળ ની કામગીરી ને વધાવી હતી, આ વર્ષે ૨ ઘુવડ અને અન્ય પક્ષીઓ મળી કુલ ૪૨ પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપવામાં આવ્યુ અને ૫ જેટલા પક્ષીઓ સારવાર મળે એ પહેલાંજ મૃત્યુ પામ્યા હતા,
દરવર્ષની જેમ ઘાયલ પશુ પક્ષીઓના આંકડા માં ઘટાડો થયો છે અને જીવદયા પ્રેમીઓમાં આ વાત ની ખુશી છે અને આવતા વર્ષે પણ આ આંકડા ઓ ઓછા થાય એવી આશા રાખી છે, લોકોને તહેવાર ખૂબ ઉમંગ અને ઉત્સાહ થી ઉજવવો જોઇએ પરંતુ નિર્દોષ પશુ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ