HomeBusiness"Inquiry"/‘ઈન્કવાયરી’ સંદર્ભે એમઓયુ સાઈન થયા/INDIA NEWS GUJARAT

“Inquiry”/‘ઈન્કવાયરી’ સંદર્ભે એમઓયુ સાઈન થયા/INDIA NEWS GUJARAT

Date:

એસજીસીસીઆઈ અને અઝાઈકો ગ્લોબલ એલએલપી કંપની વચ્ચે ‘ઈન્કવાયરી’ સંદર્ભે એમઓયુ સાઈન થયા

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અઝાઈકો ગ્લોબલ એલએલપી કંપની વચ્ચે બુધવાર, તા. ૦૮ નવેમ્બર ૨૦૨૩ના રોજ સાંજે ૫:૦૦ કલાકે, સંહતિ, સરસાણા, સુરત ખાતે ‘ઈન્કવાયરી’ સંદર્ભે એમઓયુ સાઈન થયા હતા. આ એમઓયુ અંતર્ગત અઝાઈકો, ચેમ્બર ઓફ કોમર્સને આંતરરાષ્ટ્રીય વેપારની ઈન્કવાયરી પ્રદાન કરશે.

આ એમઓયુ પર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમેશ વઘાસિયા અને અઝાઈકો ગ્લોબલ એલએલપીના એમડી સાગર છગનભાઈએ હસ્તાક્ષર કર્યા હતા. ચેમ્બર ઓફ કોમર્સ આ એમઓયુ થકી પ્રાપ્ત થયેલી ઈન્કવાયરીને પોતાના મિશન-૮૪ ગ્લોબલ કનેક્ટ પોર્ટલ પર મૂકી, પોર્ટલના રજિસ્ટર્ડ સભ્યોને ઈન્કવાયરીના એક્સેસ આપશે. જેથી વિપુલ પ્રમાણમાં ઉત્પન્ન થતી ઈન્કવાયરીનો લાભ ચેમ્બર ઓફ કોમર્સના પોર્ટલ પર રજિસ્ટર્ડ સભ્યોને મળશે.

અઝાઈકો એક ઈન્ટરનેશનલ પ્રોક્યોરમેન્ટ અને ફૂલફીલમેન્ટની સંસ્થા છે. આ એમઓયુ સાઈન થવાના કારણે અનેક વેપારી મિત્રોને આંતરરાષ્ટ્રીય બજારની માંગને પૂર્ણ કરવા માટે સરળ માધ્યમથી તક મળશે.

આ પ્રસંગે ચેમ્બર ઓફ કોમર્સના મિશન-૮૪ના કન્વીનર સંજય પંજાબી અને મિશન-૮૪ના સીઈઓ પરેશ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories