HomeAutomobilesIndustrial Visit To Adani Port/ચેમ્બરના પ્રતિનિધિ મંડળે અદાણી પોર્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી/India...

Industrial Visit To Adani Port/ચેમ્બરના પ્રતિનિધિ મંડળે અદાણી પોર્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી/India News Gujarat

Date:

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે અદાણી પોર્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરી

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાની અધ્યક્ષતા હેઠળ ૪પ જેટલા સભ્યો સહિતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૯ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ અદાણી પોર્ટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરવામાં આવી હતી.

અદાણી હજીરા પોર્ટ લિમિટેડના ચીફ એકઝીકયુટીવ ઓફિસર નિરજ બંસલે ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકારી માહિતી આપી હતી. ચેમ્બરના પ્રતિનિધિ મંડળે અદાણી પોર્ટના વિવિધ કાર્ગો વેસલ્સ તથા જેટી વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ પોર્ટ પર કોલસા, લીકવીડ ઓઇલ તથા કેમિકલ વિગેરે ગુડ્‌સની આયાત અને નિકાસ કાર્ગો દ્વારા થાય છે, જેના વિષે તેઓએ જાણકારી મેળવી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ૯પ૦ હેકટર વિસ્તારમાં ફેલાયેલા પોર્ટ તથા ત્યાં બનાવવામાં આવેલા ૩ જેટલા વેર હાઉસની પણ મુલાકાત લીધી હતી. આ વેર હાઉસમાં ગુડ્‌સને મૂકવા માટે કરાયેલી વ્યવસ્થા વિષે માહિતી મેળવવામાં આવી હતી. ૩૦૦ – ૩૦૦ મીટરની ૩ કાર્ગો વેસલ્સ આવી શકે છે અને ભવિષ્યમાં ચોથી કાર્ગો વેસલ્સ પણ આવી શકે તે માટેનું જે કાર્ય ચાલુ છે તેની જાણકારી મેળવી હતી. અહીં ગુડ્‌સના લોડીંગ માટે પણ ખૂબ જ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગુડ્‌સ વેર હાઉસથી કઇ રીતે પ્રોડકટ લોડ થાય છે અને ત્યાંથી કઈ રીતે માલને પેકેજિંગ કરીને રવાના કરવામાં આવે છે ત્યાં સુધીની ઝીણવટભરી માહિતી ચેમ્બરના પ્રતિનિધિ મંડળ દ્વારા મેળવવામાં આવી હતી.

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટ અંગે અદાણી પોર્ટના હોદ્દેદારોને વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રોજેકટ અંતર્ગત સુરત સહિત ગુજરાત રિજીયોનમાંથી એક્ષ્પોર્ટ વધારવા માટે ચેમ્બર ઓફ કોમર્સ ઓનલાઇન ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ બનાવવા જઇ રહી છે, જેની સાથે ગુજરાતના ૮૪૦૦૦ ઉદ્યોગ સાહસિકો અને વિશ્વના જુદા–જુદા દેશોમાં બિઝનેસ કરતા ૮૪૦૦૦ ભારતીય ઉદ્યોગ સાહસિકોને ઓનબોર્ડ કરવાનો પ્રયાસ થઇ રહયો છે તેના વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.

અદાણી પોર્ટના સીઇઓ નિરજ બંસલે પણ ચેમ્બર ઓફ કોમર્સના SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ પ્રોજેકટને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. ખાસ કરીને દરિયાઇ માર્ગે એક્ષ્પોર્ટ માટે તેમના પોર્ટ પર વધુ વ્યવસ્થાની જરૂર જે કઇ જરૂરિયાત પડશે તેને પૂર્ણ કરવાની તેમણે તૈયારી દર્શાવી હતી.

SHARE

Related stories

Latest stories