HomeAutomobilesGuidance To Exporters/ઉદ્યોગકારો – નિકાસકારોને માર્ગદર્શન અપાયું/India News Gujarat

Guidance To Exporters/ઉદ્યોગકારો – નિકાસકારોને માર્ગદર્શન અપાયું/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મિશન ૮૪ અંતર્ગત ઇમ્પોર્ટ – એક્ષ્પોર્ટ વિશે સેમિનાર યોજાયો, ઉદ્યોગકારો – નિકાસકારોને માર્ગદર્શન અપાયું

ભારત ઉડાન મિશનના ફાઉન્ડર અમિત મુલાણીએ એક્ષ્પોર્ટ માટે ઇન્ડિયન પ્રોડકટ્‌સનું પ્રાઇઝ ઓપ્ટીમાઇઝેશન કરવા ભારત સરકારની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી તેનો લાભ લેવા ઉદ્યોગકારો – નિકાસકારોને અનુરોધ કર્યો

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત શુક્રવાર, તા. ૧પ સપ્ટેમ્બર, ર૦ર૩ના રોજ સાંજે ૬:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ઇમ્પોર્ટ – એક્ષ્પોર્ટ’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત ભારત ઉડાન મિશનના ફાઉન્ડર અમિત મુલાણીએ રપ૦થી પણ વધુ ઉદ્યોગકારો, નિકાસકારો અને ઉદ્યોગ સાહસિક યુવાઓને એક્ષ્પોર્ટ કરવા માટે મહત્વની ચાર બાબતો વિશે જાણકારી આપી ઇન્ડિયન પ્રોડકટસનું પ્રાઇઝ ઓપ્ટીમાઇઝેશન કરવા ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માર્ગદર્શન આપ્યું હતું.

અમિત મુલાણીએ જણાવ્યું હતું કે, વિશ્વના ટોપ નિકાસકાર દેશોની યાદીમાં વર્ષ ર૦રરમાં ભારતનો ૧૮મો ક્રમાંક હતો. જ્યારે આયાતકાર દેશોમાં ભારતનો ૮મો ક્રમાંક હતો. ભારતથી વર્ષ ર૦રર–ર૩માં નાણાંકીય વર્ષમાં રૂપિયા ૩૬ લાખ કરોડનું એક્ષ્પોર્ટ થયું હતું. જ્યારે રૂપિયા પ૬ લાખ કરોડની આયાત થઇ હતી. તેમણે કહયું હતું કે, ભારતની નાની – નાની પ્રોડકટને વિશ્વના કોઇપણ દેશોમાં પહોંચાડવી હોય તો માર્કેટીંગ જરૂરી છે. પ્રોડકટ દેખાય જ નહીં તો વેચાય જ નહીં. મર્ચન્ડાઇઝ એક્ષ્પોર્ટર્સ માર્કેટમાંથી પ્રોડકટને ઉઠાવે છે અને વિશ્વભરમાં તેને દર્શાવીને વેચી શકે છે.

વિશ્વ હવે, ચાઇનાનો વિકલ્પ શોધી રહયું છે ત્યારે ભારત એમાં ફીટ બેસી શકે એવી સ્થિતિ અત્યારે દેખાઇ રહી છે. ભારતને આ તકને ઝડપી લેવા માટે ચાર બાબતો પર ફોકસ કરવું પડશે. પહેલી બાબત, જે માર્કેટની જેવી પ્રોડકટ અંગેની જરૂરિયાત હોય એવી પ્રોડકટ ભારતે તૈયાર કરવી પડશે. બીજી બાબત, જે પ્રોડકટ માર્કેટમાં વેચીએ છે એમાં કોમ્પ્લાયન્સિસ એટલે કે એ દેશમાં કોઇ સર્ટિફિકેટની જરૂરિયાત હોય તે એનું ધ્યાન રાખવું પડશે. કારણ કે, કોમ્પ્લાયન્સ વગર પ્રોડકટ કોઇ માર્કેટમાં વેચી નહીં શકાય. ત્રીજી બાબત, કોઇપણ દેશની સંસ્કૃતિને સમજીને ઝડપથી પ્રોડકટ ડેવલપ કરી તેને માર્કેટમાં ઉતારવી પડશે. ચોથી અને સૌથી અગત્યની બાબત એ કે, પ્રોડકટને બતાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો પડશે. સોશિયલ મિડિયાનો ઉપયોગ બિઝનેસ ડેવલપમેન્ટ કરવો પડશે, જેથી કરીને પ્રોડકટને વિશ્વના કોઇપણ ખૂણે બતાવી શકાશે અને વેચી શકાશે.

તેમણે એક્ષ્પોર્ટને લાંબા ગાળા માટે ટકાવી રાખવા માટે જરૂરી બાબતો વિષે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, એક્ષ્પોર્ટ માટે પ્રોપર ડોકયુમેન્ટેશન અને લિગાલિટીઝ, પેમેન્ટ લેવાની ટર્મની જાણકારી હોવી જોઇએ. હજારો કિલોમીટર દૂર મોકલવામાં આવતી પ્રોડકટની સુરક્ષિતતાને ધ્યાને લેવી પડશે. કોઇપણ દેશમાં પ્રોડકટને વેચવા માગીએ ત્યારે તેની પ્રાઇઝનું ઓપ્ટીમાઇઝેશન હોવું જરૂરી છે. ઇન્ડિયન પ્રોડકટસનું પ્રાઇઝ ઓપ્ટીમાઇઝેશન કરવા માટે ભારત સરકારની વિવિધ યોજનાઓનો લાભો લઇ શકાય છે. આ યોજનાઓનો લાભ લઇને ઉદ્યોગ સાહસિકો મર્ચન્ડાઇઝ એક્ષ્પોર્ટર્સ તરીકે તૈયાર થઇ શકે છે. તેમણે રોડટેપ, ડયુટી ડ્રો બેક, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિગેરે યોજનાઓ વિષે પણ વિસ્તૃત જાણકારી આપી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે સ્વાગત પ્રવચન કરી સેમિનારમાં ઉપસ્થિત તેમજ ઓનલાઇન જોડાયેલા ઉદ્યોગકારોનો આભાર માન્યો હતો. મિશન ૮૪ના હેડ પરેશ ભટ્ટે કાર્યક્રમની રૂપરેખા આપી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. SGCCI એજ્યુકેશન એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરના ચેરમેન મહેશ પમનાનીએ નિષ્ણાંત વકતા અમિત મુલાણીનો પરિચય આપ્યો હતો. નિષ્ણાંત વકતાએ ઉદ્યોગકારો, નિકાસકારો અને ઉદ્યોગ સાહસિક યુવાઓના વિવિધ સવાલોના સંતોષકારક જવાબો આપ્યા હતા અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

SHARE

Related stories

Latest stories