HomeBusinessFixed Pay/રાજ્યના ફિક્સ પે ના કર્મચારીઓને મળેલી પગાર વધારાની ભેટ નિમિત્તે નવી...

Fixed Pay/રાજ્યના ફિક્સ પે ના કર્મચારીઓને મળેલી પગાર વધારાની ભેટ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી/INDIA NEWS GUJARAT

Date:

રાજ્યના ફિક્સ પે ના કર્મચારીઓને મળેલી પગાર વધારાની ભેટ નિમિત્તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ઉજવણી

મીઠાઈ વહેંચી, બલૂન ઉડાડી ફિક્સ પે ના કર્મચારીઓ તેમજ અધિકારીઓએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો

રાજ્ય સરકારે ફિક્સ પે ના કર્મચારીઓના વેતનમાં કરેલા ૩૦ ટકાના વધારાને આવકારતા નવી સિવિલ ખાતે ૩૦૦ નર્સ કર્મીઓ અને અધિકારીઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ઉજવણી કરી હતી. તેમજ ત્રિરંગી બલૂન ઉડાડી સમગ્ર નર્સિંગ એસોસિયેશને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.


આ પ્રસંગે નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, અમેરિકા સ્થિત નર્સિંગ ઓફિસર દિનેશ અગ્રવાલ, નર્સિંગ કોલેજના આચાર્ય ડો.ઈન્દ્રાવતી રાવ, કિરણ દોમડિયા સહિત મોટી સંખ્યામાં નર્સિંગ વિદ્યાર્થીગણ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories